તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વિશ્વમાં ગુરૂનું પદ સૌથી મોટું પદ હોય છે: રૂપમુનિજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં ગુરૂનું પદ સૌથી મોટું પદ હોય છે: રૂપમુનિજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરૂપૂર્ણિમાનઆજનાં પાવન પર્વ નિમિત્તે પૂજ્ય ગુરૂદેવશ્રી રૂપમુનિજી મહારાજ સાહેબની ગુરૂવંદના કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ઘોડદોડ રોડ વૃંદાવન પાર્ક ખાતે ચાતુર્માસ અર્થે બિરાજિત લોકમાન્ય સંત શેરે રાજસ્થાન જૈન શાસન દિવાકર પરમપૂજ્ય ગુરૂદેવ રૂપમુનિજી મહારાજ સાહેબ આદિઠાણા-13ની ગુરૂવંદના માટે માત્ર સુરતથી નહિં પરંતું સમગ્ર દેશભરમાંથી તેમના ભક્તો સુરત ખાતે પધાર્યા હતા. ફક્ત જૈન સમાજ નહિં પરંતુ 36 કોમના લોકો સુરત ખાતે ઉમટી પડતા ગુરૂ અને શિષ્ય વચ્ચેના અનોખા દૃશ્યો સર્જાયા હતા. આજનાં પાવન પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને સંબોધન કરતાં પૂજ્ય ગુરુદેવ રૂપમુનિજીએ જણાવ્યું હતું કે, ગુરૂનું પદ સંસારનું સૌથી મોટું પદ છે. ગુરૂ વગર જીવનની કલ્પના શક્ય નથી. શિષ્ય-શ્રાવક દુ:ખી હોય તો ગુરૂ આપોઆપ દુ:ખી થઇ જાય છે. શિષ્ય કેવો હોવો જોઇએω તે બાબતે ગૌતમ સ્વામીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ગૌતમસ્વામીને ગુરૂ ઉપર અપાર શ્રદ્ધા હતી. તે બાબતે તેમણે ગૌતમસ્વામીનો પ્રસંગ ટાંકીને તે અંગેનુ મહત્વ સમજાવ્યું હતું. વર્ષનાં બાર મહિનામાં વરસાદના ચાર મહિના અને તેમાય બે મહિના શ્રાવણ અને ભાદરવાનું ખુબ મહત્વ છે. વરસાદનાં બે મહિના બાદ કરી દેવામાં આવે તો કશુંય બચતું નથી. કારણકે, પાણી વગર જીવન શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો