તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મનના મોબાઇલને રિચાર્જ કરી આપે તે સદગુરુ : વિજયજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનના મોબાઇલને રિચાર્જ કરી આપે તે સદગુરુ : વિજયજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘ ખાતે પૂજ્ય જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, પંન્યાસ પ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજ આદીની નિશ્રામાં સદગુરુ શરણં મમ: વિષય પર વિશિષ્ટ પ્રવચન થયું હતું. વિજયજી મહારાજે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં કેન્દ્ર સ્થાને સદગુરુ છે. શરીરના ક્ષેત્રે હૃદય કેન્દ્ર સ્થાને છે અને અધ્યાત્મના ક્ષેત્રે સદગુરુ કેન્દ્ર સ્થાને છે. હૃદય બંધ થાય તો મોત થાય પણ જીવનનાં ક્ષેત્રે જો સદગુરુ ખસી જાય તો અધ:પતન નક્કી થાય છે. જીવનનાં તાળાંને ખોલી આપે તે સદગુરુ કહેવાય. ભક્ત અને ભગવાન વચ્ચે રહેલા પડદાંને દૂર કરે તે સદગુરૂ કહેવાય. મનના મોબાઇલને રિચાર્જ કરી આપે તે સદગુરુ. ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરામાં દેવ-દેવીના પર્વ અને ધર્મના પર્વ ઘણાં પણ સદગુરૂનું પર્વ વર્ષમાં માત્ર એક વાર આવે છે જેનું નામ છે ગુરૂપૂર્ણિમા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો