તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મોપેડ ખેંચતી વખતે ચક્કર આવી પટકાતાં ધો. 12ના વિદ્યાર્થીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોપેડ ખેંચતી વખતે ચક્કર આવી પટકાતાં ધો. 12ના વિદ્યાર્થીનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકનોએક પુત્ર અને બે પુત્રીને સંબંધીને ત્યાં ભણાવવા રાખી આફ્રિકામાં નોકરી કરતાં માતા-પિતા પૈકી માતા બે માસ પહેલાં પોતાના ઘરે આવ્યા હતાં. ત્રણેય સંતાનો સાથે રમઝાન તહેવાર મનાવતા માતા-પુત્રો ખુશખુશાલ હતાં, પરંતુ કાળની એક થપાટે તેમના એકના એક પુત્રનુ આકસ્મીક સંજોગોમાં મોત નીપજ્યું હતું. એકના એક પુત્રને અને ભાઈને ગુમાવતા માતા-બે બહેનોની ખૂશી શોકમાં પલ્ટાઈ ગઈ હતી. જહાંગીરપુરા સીએનજી પંપ પાસે મોપેડ ખેંચીને લઇ જતી વખતે ચક્કર આવી પડી ગયા બાદ મોતને ભેટતાં સિવિલમાં પોસ્ટમોર્ટમનું કારણ રિપોર્ટ પર પેન્ડીંગ રખાયું હતું.

મળતી વિગતો અનુસાર, જહાંગીરપુરા નારાયણ પાર્ક ખાતે રહેતા સંબંધીને ત્યાં પોતાના પુત્ર અફઝલ (20) તથા બે પુત્રીને ભણતર માટે મુકીને નોકરી માટે આફ્રિકા ગયેલા હુસેન ભાણવડિયા મોલમાં નોકરી કરે છે. તેમની સાથે તેમની પત્ની પણ રહે છે. ઘણાં વર્ષોથી તેઓ આફ્રિકામાં નોકરી કરીને ત્રણેય સંતાનોને સંબંધીને ત્યાં રાખીને ભણાવતાં હતાં. દરમિયાન રમઝાન માસ હોઈ સંતાનોની જીદને પગલે માતા સુરત આવ્યાં હતાં. જો કે, પરિવાર ખુશખુશાલ હતો ત્યારે અફઝલ સોમવારે રાત્રે ઘરસામાન લેવા માપેડ પર નીકળ્યો હતો, પરંતુ પેટ્રોલ પુરુ થઈ જતાં જહાંગીરપુરા સીએનજી પંપ પહેલા બ્રિજ નીચેથી મોપેડ ખેંચીને લઈ જતી વખતે તેને ચક્કર આવતાં ઢળી પડ્યો હતો. તેને સંબંધી સમીર સારવાર અર્થે સિવિલ ખાતે લઈ આવતાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

^ અફઝલ એલપી સવાણીમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જહાંગીરપુરાના નારાયણ પાર્કમાં રહેતા ભાણવડિયા પરીવારમાં બે દિકરી પછી એકનો એક પુત્ર હતો. તેની મોપેડમાં પેટ્રોલ પુરૂ થઈ જતાં ઘસડીને લઈ જતાં ચકકર આવતાં પડી ગયા બાદ મોતને ભેટ્યો હતો. પીએમ રિપોર્ટ બાદ મોતને કારણ જાણવા મળશે. > રણજીતભાઈ,ASI,જહાંગીરપુરા પોલીસ

મોપેડમાં પેટ્રોલ પૂરું થઈ જતાં ખેંચીને લઈ જવું પડ્યું

ઘણા સમયે ભેગા થયેલા પરિવારે હાલમાં રમજાન માસની હોંશભેર ઉજવણી કરી હતી

માતાપિતા બે માસ અગાઉ વિદેશથી આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો