બ્રેસ્ટ કેન્સર સામે લડવા મહિલાઓએ લગાવી દોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતીમહિલાઓ બ્રેસ્ટ કેન્સર પ્રત્યે અવેર થાય અને કેન્સરથી પીડાતી અન્ય મહિલાઓને મદદ કરી શકે હેતુ માટે રવિવારે પિંક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 6.20ના ટકોરે ફ્લેગ ઓફ થતાં પિંક ટી-શર્ટમાં સજ્જ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય માટે દોડ લગાવી હતી. મેરેથોન એસ.વી.એન.આઇ.ટી ખાતેથી શરૂ થઇ અને ઓ.એન.જી.સીથી પરત ફરી હતી, જેમાં બ્રેસ્ટ કેન્સરની સારવાર લેતી 10 મહિલાઓ પણ સુરતીઓ સાથે દોડી હતાં. પિંક મેરેથોન દ્વારા નિયમિત મેમોગ્રાફી કરાવવાનો મેસેજ આપવામાં આવ્યો હતો.

ફ્લેગ ઓફ થતાં એસ.વી.એન.આઇ.ટીથી મેરેથોન શરૂ થઇ હતી, જે ONGCથી પરત ફરી હતી. }જીતેન્દ્ર જડિયા

5 કિમી અને 10 કિમીની મેરેથોન યોજાઇ

પિંકરન ત્રણ કેટેગરીમાં યોજાઇ હતી, જેમાં 8 થી 16 વર્ષ, 17 થી 40 વર્ષ અને 40 વર્ષથી વધુ કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સાથે 5 કિલોમીટર અને 10 કિલોમીટર દોડ પુરી કરી હતી. મેરેથોનના અંતે ત્રણ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. મેરેથોનમાં જાણકારી અપાઇ હતી કે ‘ભારતમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે, જેનું કારણ મહિલાઓની બેકાળજી બહાર આવે છે. સુરતી મહિલાઓ બેકાળજીને છોડી દે અને ત્રીસ વર્ષની ઉંમર પછી રેગ્યુલર ચેકઅપ કરાવે અને મેમોગ્રાફી કરાવતી રહે તો બ્રેસ્ટ કેન્સરને હરાવી શકાય છે.’

અન્ય સમાચારો પણ છે...