• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 1 મિનિટમાં પેટ પર મૂકેલા 51 તરબૂચ કાપવાનો રેકોર્ડ બે સુરતીઓના નામે.!

1 મિનિટમાં પેટ પર મૂકેલા 51 તરબૂચ કાપવાનો રેકોર્ડ બે સુરતીઓના નામે.!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોઇ રેકોર્ડ નોંધવાનો હોય તો સંસ્થા દ્વારા ભારતમાં નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે, જેથી રેકોર્ડના પેરામિટર પ્રમાણે વિજેતા જાહેર કરી શકાય. વિસ્પી અને ટીમ દ્વારા રેકોર્ડ બની ગયા બાદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા ચકાસણી કરાઇ હતી, ત્યાર બાદ જગ્યા પર સર્ટિફિકેટ એનાયત કરાયુ હતું.

સૌથી પહેલા તો ખીલા લગાવેલું એક પાટિયું મૂકવામાં આવ્યું. એના પર વિસ્પી ખરાદી સુતા. પછી ફરી ખીલા લગાવેલું પાટિયું મૂકાયુ. આવી રીતે કુલ 8 લેયર બનાવવામાં આવ્યાં. લેયરની ઉંચાઇ 15 ફુટ થઇ હતી અને સૌથી નીચે સૂતેલા માણસ પર 1230 કિલોગ્રામ વજન આવ્યો હતો. રેકોર્ડ વિસ્પી ખરાદી, જેકી પટેલ, ઓસ્કાર બ્રેન્ઝા, શાહન દિલયરવાલા, હનોઝ કાસદ, ગુલામ મલેક, દારાયસ કુપર, પ્રિયંક રાણા અને વિસ્પી કાસદના નામે નોંધવામાં આવ્યો હતો.

સુરત : યુ.એસ.નાબિપિન લારકીન નામની વ્યક્તિએ એક મિનિટમાં પેટ પર 48 તરબૂચ મુકીને કાપ્યા હતાં. ઘટના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજીસ્ટર્ડ થઇ હતી. જો કે હવે રેકોર્ડ સુરતના વિસ્પી કાસદ અને વિસ્પી ખરાદીએ તોડી નાંખ્યો છે. સંજીવકુમાર ઓડિટોરીયમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના મેમ્બર્સની હાજરીમાં વિસ્પી કાસદ અને વિસ્પી ખરાદીએ પેટ પર તરબૂચ મૂકીને એક મિનિટમાં સમૂરાઇ વડે 51 તરબૂચ કાપ્યા હતાં. સાથે ખીલા વાળા પાટિયા પર 1230 કિલો વજન સાથે સૂઇ જવાનો રેકોર્ડ પણ ટીમના નવ મેમ્બર્સના નામે બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...