• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વિદ્યાર્થીઓ મળતા હોવાથી 300થી વધુ પ્રાઇવેટ ઇજનેરી કોલેજ પર લટકતી તલવાર

વિદ્યાર્થીઓ મળતા હોવાથી 300થી વધુ પ્રાઇવેટ ઇજનેરી કોલેજ પર લટકતી તલવાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એઆઇસીટીઇની વેબસાઇટ પરથી મળેલા આંકડા અનુસાર ભારતમાં 3 હજાર પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. જેમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકીની 800 જેટલી કોલેજોમાં સ્થિર સીટ પર 50 ટકાથી પણ ઓછો પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે માનવ સંસાધન વિભાગે 300 પ્રાઇવેટ કોલેજોને બંધ કરવા માટેનો આદેશ આપી દીધો છે. જે પૈકીની 150 પ્રાઇવેટ કોલેજમાં ફક્ત 20 ટકા પ્રવેશ થઇ રહ્યો છે.

એઆઇસીટીઇના ચેરમેન પ્રો. અનિલ ડી સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું હતું કે, આવી સંસ્થાઓ બંધ કરવાથી તેમની સમસ્યા વધી જશે. હાલ અમે બાબતે વિચાર કરી રહ્યા છીએ. ક્લોઝર એક સહેલો વિકલ્પ છે. પરંતુ તેની જટીલતા ખૂબ છે. આવી કોલેજના સંચાલકોએ કોલેજ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખૂબ ખર્ચ કર્યો છે અને તેમના માથે બેન્કની લોન પણ છે. જેથી આવી બાબતો ધ્યાને આવતા અમે એક રસ્તો કાઢ્યો છે. જે કોલેજો બોર્ડર લાઇન પર છે, તેને બંધ નહીં કરાશે. તેમને કેટલાક વિકલ્પો અપાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી આવી કોલેજોને સાયન્સ કોલેજ, કૌશલ વિકાસ કેન્દ્ર કે પછી વ્યવસાયિક શિક્ષણ કેન્દ્રમાં બદલવામાં આવશે. જે અંગેનો નિર્ણય ડિસેમ્બર-2017ના અંત સુધીમાં લવાઇ જશે અને કોલેજને સાયન્સ કોલેજ કે પછી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં બદલવાની તે અંગેની જાણ સંચાલકોને કરાશે. સૌથી વધુ કોલેજો ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, યુપી, આન્ધ્ર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, હરિયાણા અને એમપીમાં બંધ થશે.

50 ટકાથી ઓછી બેઠકો ભરાતી હોવાથી એમએચઆરડીનો બંધ કરવાનો આદેશ

અન્ય સમાચારો પણ છે...