તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રેલી માટે પરવાનગી મળી નથી, મળે તો પણ કાર્યક્રમ કરવાની પાસની ચિમકી

રેલી માટે પરવાનગી મળી નથી, મળે તો પણ કાર્યક્રમ કરવાની પાસની ચિમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે હાર્દિક પટેલની સુરતના પાટીદાર વિસ્તારોમાં રેલી નીકળશે

પાટીદારઅનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ 3 ડિસેમ્બરે રવિવારે સુરતના પાટીદાર વિસ્તારોમાં જનક્રાંતિ મહારેલીમાં જોડાશે. દિવસભર રેલી બાદ સાંજે યોગી ચોકમાં જાહેરસભા સંબોધશે.

પાસના જણાવ્યા મુજબ સવારે 8 કલાકેથી હાર્દિક પટેલ સુરતમાં કતારગામ ગજેરા સર્કલથી મહારેલીનો શુભારંભ કરશે. રેલી ગજેરા સર્કલથી નિકળી હાથી મંદિર, લક્ષ્મીધામ, આંબાતલાવડી, ડભોલી, જહાંગીરપુરા, કોઝવે, સિંગણપોર રોડ, ધનમોરા થઇ પરત ગજેરા સર્કલ આવશે. ત્યારબાદ વરાછા ખોડિયારનગર, સરદાર પ્રતિમા, સૌરાષ્ટ્ર સોસાયટીની વાડી, ત્રિકમનગર, કારગીલ ચોક, રેણુકા ભવન, કાપોદ્રા પોલીસ સ્ટેશન, નાના વરાછા, લજામણી ચોક, સુદામા ચોક, મોટા વરાછા, સીમાડા, સરથાણા થઇ સીમાડા વિસ્તારમાં રેલી ફરીને યોગીચોકમાં સમાપ્ત થશે. યોગીચોકમાં હાર્દિક પટેલ જાહેર સભા કરશે. જો કે મહારેલી અને જાહેરસભા માટે પાસે પોલીસ પાસે પરવાનગી મૂકી છે. જો કે હજુ મંજૂરી મળી નથી. પોલીસ પરવાનગી આપે કે નહીં આપે રેલી નિકળશે એવી પાસના આગેવાને ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...