અભ્યાસ મુદ્દે બરફીવાલા કોલેજમાં હડતાળ
સુરત: સુમુલડેરી રોડ પર આવેલી બરફીવાલા કોલેજમાં એક મહિલા પ્રોફેસર બોર્ડ પર દાખલા નહીં ગણાવતા હોય વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને કોલેજમાં હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો.કોલેજમાં શૈક્ષણિક કાર્ય ખોરવાયુ હતુ.
બરફીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સવારથી વિદ્યાર્થીઓએ આજે વિચિત્ર મુદ્દો સામે લઇને આવ્યા હતા. વિદ્યાર્થીઓનો વિરોધ બાબતનો હતો કે એક મહિલા પ્રોફેસર જ્યારે પણ એકાઉન્ટનો સબજેક્ટ ભણાવવા ક્લસારૂમમાં આવે છે ત્યારે એક પણ દાખલો બોર્ડ પર લખતા નથી અને ઓરલી સમજાવે છે. બોર્ડ પર દાખલા ગણાવાતા વિદ્યાર્થીઓ કંઇ સમજી શકતા નથી. મહિલા પ્રોફેસરની આદતથી કંટાળી આજે વિદ્યાર્થીઓએ સવારથી સ્ટ્રાઇક પાડી હતી.