• Gujarati News
  • સચિનમાં ગૌ હત્યા મામલે CBI તપાસની માગ કરાઇ

સચિનમાં ગૌ હત્યા મામલે CBI તપાસની માગ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિનજીઆઈડીસી રાહતનગર પાસે કોઈક અજાણ્યાઓએ ગાયનું ગળું વાઢી નાખીને મૃત ગાયને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ આજે જિનાજ્ઞા સેવા ટ્રસ્ટે સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી સાથેની રજૂઆત કલેક્ટર સહિતને કરી છે.

જિનાજ્ઞા સેવા ટ્રસ્ટે આપેલા લેખિતમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલમાં પર્યુષણનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે તમામ કતલખાનાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવા છતાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા રાહતનગર પાસે ગાયનું ગળુ વાઢી નાખીને મૃત ગાયને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.