તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરના જૈન સમાજ દ્વારા આજે મૌની એકાદશીની ઉજવણી કરાશે

શહેરના જૈન સમાજ દ્વારા આજે મૌની એકાદશીની ઉજવણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજૈન સમાજ દ્વારા આજે મૌની એકાદશીની ઉજવણી કરાશે. પ્રસંગે ત્રણ ચોવીસીના તીર્થંકરોના કલ્યાણકોની આયંબિલ, આરાધના, વાંચન અને પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો યોજાશે. જૈન શાસનમાં મૌની અમાવાસ્યાની આરાધનાનું 150 ઉપવાસનું ફળ મળે છે.

માગસર સુદ એકાદશીને હિન્દુ શાસ્ત્રોમાં મોક્ષદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે, તો જૈન શાસનમાં તેને મૌની અમાવાસ્યા તરીકે ઓળખવામાં આવે છે. અંગે જૈન સમાજના અજીત મહેતાએ જણાવ્યું હતું કે માગસર સુદ એકાદશીએ જૈન શાસનના ત્રણ ચોવીસીના તીર્થંકરોના કલ્યાણકો થયા હતા. તેની સાથે દિવસે મૌનનું વિશેષ મહત્વ હોવાથી આયંબિલ, પ્રતિક્રમણ અને મૌનની આરાધના કરાય છે. જૈન શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ભરતક્ષેત્રમાં ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે. પ્રમાણે વર્તમાન ચોવીસીના 50, અતીત(ગઈ) ચોવીસીના 50 અને અનાગત(આવતી) ચોવીસીના 50 એમ કુલ 150 કલ્યાણકો તિથિએ થયાં છે. તપની વિધિપૂર્વક આરાધના કરે છે. તપ 11 વર્ષે પૂરો થાય છે.

ત્રણ ચોવીસીના તીર્થંકરોના કલ્યાણકોની આયંબિલ, આરાધના, વાંચન અને પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો

અન્ય સમાચારો પણ છે...