તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુખ માટે જીવનનું બલિદાન આપો પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજ

સુખ માટે જીવનનું બલિદાન આપો પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્પકાલીનસુખ મેળવવા માટે માનવી પ્રયત્ન કરે છે. તેના માટે ગમે તે કરવા તૈયાર થાય છે. ત્યારે એટલું વિચારતો નથી કે હું શું કરી રહ્યો છુંω દુર્ભાગ્યની વાત છે. સુખ મેળવવા માટે જીવનનું બલિદાન નહીં આપો. શબ્દો પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે માંડવી સંઘમાં કહ્યાં હતા.

હાલમાં વિહાર અર્થે નીકળેલા પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે બુધવારે માંડવીના શ્રાવકોને બોધ આપ્યો હતો. પ્રસંગે તેમણે કહ્યું કે સુખ કરતા સદગુણોની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરો. પ્રચંડ પુણ્યનું બેલેન્સ થાય ત્યારે આર્યદેશમાં જન્મ થાય છે. આવા મહામૂલા જીવનને વેડફો નહીં. સત્કાર્યોની સરવાણી દ્વારા તેને નંદનવન બનાવો. જીવન જીવવા માટે મળ્યું છે, પરંતુ સુખો માટે નહીં.

કાં તો સંત બનો ક્યાં સચિવ બનો. સંતોએ પ્રભુની આજ્ઞામાં કટ્ટરપંથી બનવું જોઈએ. હરિનો મારગ છે શૂરાનો...નાની નાની વાતોમાં નીચે ઉતરી પથભ્રષ્ટ નથી થવાનું. હસતાં રહો અને આગળ વધતાં રહો. હાર અને જીત મહત્વના નથી, પરંતુ જીવનને ધર્મના માર્ગે પ્રેરિત રાખવું અગત્યનું છે.

માંડવી જૈન સંઘમાં વિહાર દરમિયાન શ્રાવકોને કુસંસ્કારો અને કુસંગોને તિલાંજલિ આપવા અનુરોધ

અન્ય સમાચારો પણ છે...