તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફી મુદ્દે વાલીઓ આક્રમક મૂડમાં ‘નો સોલ્યુશન નો વોટ’ની ચીમકી

ફી મુદ્દે વાલીઓ આક્રમક મૂડમાં ‘નો સોલ્યુશન નો વોટ’ની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાલાઇન્સ MTB કોલેજ પાસે વાલીઓનું વિરોધ પ્રદર્શન

સરકાર પણ ફી મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી

સરકારે એપ્રિલ માસમાં ફી-વિધેયક નામની લોલીપોપ પકડાવી રાજ્યના લાખો વાલીઓને મૂર્ખ બનાવ્યા હોવાનો સૂર ઊઠ્યો છે. ફી-વિધેયક સામે ખાનગી શાળા-સંચાલકો હાઇકોર્ટમાં જતાં આજદિન સુધી ચુકાદો આવ્યો નથી. તરફ રાજ્યના ચારેય ઝોનમાં ફી નક્કી કરવા નિમાયેલી ફી- નિયમન કમિટીને દરખાસ્ત કરનાર શાળાઓની ફી નક્કી કરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ફી-વિધેયક અમલમાં મૂક્યું ત્યારે પ્રથમ ટર્મની ફી ભરવા વાલીઓને સૂચના અપાઇ હતી. જોકે, બીજું સત્ર શરૂ થઇ ગયું પરંતુ ફી-નિયમનનાં કોઇ ઠેકાણાં નથી. છ-છ મહિનાથી ફી ઓછી થશે એવાં સ્વપ્નો જોઇ રહેલા વાલીઓએ હવે અન્યાય સામે ઉગ્ર લડત ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે માટે વાલીઓ વિવિધ કાર્યક્રમનું આયોજન કરી સરકાર અને તંત્રની મેલી મુરાદને ખૂલી પાડી ન્યાય મળે ત્યાં સુધી લડતા રહેવાનું નક્કી કર્યું છે. અન્યાય સામેની લડતનાં મંડાણ આજથી થઈ ચૂક્યાં છે. બુધવારે અઠવાલાઇન્સ એમટીબીની બહાર મોટી સંખ્યામાં શહેરની અલગ-અલગ શાળાના વાલીઓ એકત્ર થયા હતા. વાલીઓએ ફીને લઇ ઇલેક્શન પહેલાં જો સોલ્યુશન નહીં આવે તો મતદાનનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

શાળાના વાલીઓ પણ વિરોધમાં જોડાયા

{એલ.પી.સવાણી સ્કૂલ

{ એસ. ડી. જૈન સ્કૂલ

{ શાંતિ એશિયાટિક સ્કૂલ

{ સેવન્થ ડે સ્કૂલ

{ રેડિયન્ટ સ્કૂલ

{ સ્વામિનારાયણ સ્કૂલ

{ રિવર ડેલ

અન્ય સમાચારો પણ છે...