તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કતારગામ દરવાજા પાસે ફ્લાય ઓવર બનાવવા ‌BRTS રૂટ તોડવાની નોબત

કતારગામ દરવાજા પાસે ફ્લાય ઓવર બનાવવા ‌BRTS રૂટ તોડવાની નોબત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|સુરત

વેડઅને કતારગામ દરવાજા પાસે એસ આકારનો ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને કારણે કતારગામ દરવાજા પાસેના બીઆરટીએસ રૂટને છોડવાની સ્થિતિ ઉભી થઇ છે. જેની સાથે રૂટ તોડવાની પણ કામગીરી પાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે . અડાજણ જિલાની કોમ્પલેક્ષથી વેડદરવાજા સુધી જિલાની બ્રિજ બનાવવામાં આવ્યા બાદ વેડ દરવાજા અને કતારગામ દરવાજા પાસે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે એસ આકારનો ફલાય ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય બે વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. કતારગામ દરવાજાથી કતારગામ જુની ઝોન ઓફિસ પાસેના બીઆરટીએસ રૂટને તોડવાની સ્થિતિ સર્જાઇ છે. જો આગોતરૂ આયોજન કર્યું હોત તો 25થી 30 લાખના ખર્ચે બનેલા બીઆરટીએસ રૂટને તોડવાની પરિસ્થિતિ આજે ઉભી ના થઇ હોત.

BRTS રૂટને તોડ્યા વિના પીલર ઊભા કરીશું

^હાલમાંબીઆરટીએસ તોડવા વિનાજ અમે પીલર ઉભા કરવામાં આવનાર છે. પરંતુ કેવી રીતે કરીશુ તેવુ પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે રૂટ તોડવા વિના પીલર ઉભા કેવી રીતે કરીશું તે અમારો વિષય છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. > જયેશસોલંકી, એકઝીકયુટીવએન્જીનીયર, બ્રીજસેલ

રૂટ તોડવાની આજથી શરૂઆત

કતારગામદરવાજા પાસે આવેલા બીઆરટીએસ રૂટને તોડવાની આજથી શરૂઆત કરી છે. તેના કારણે આગામી દિવસોમાં ફલાય ઓવરબ્રિજના પીલર ઉભા કરવા માટે રૂટમાં તોડફોડ કરવાની સ્થિતિ હાલ પેદા થઇ છે.

બીઆરટીએસ રૂટ બનાવી તોડી અને ફરી બનાવવાનો પાલિકા તંત્રનો ભ્રષ્ટ ખેલ

અન્ય સમાચારો પણ છે...