તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઇમ્પોર્ટેડ ગુડ્સના ઓર્ડરની કોપી 30 દિવસમાં રજૂ નહીં થાય તો માલ જપ્ત

ઇમ્પોર્ટેડ ગુડ્સના ઓર્ડરની કોપી 30 દિવસમાં રજૂ નહીં થાય તો માલ જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાનિયમો મુજબ ઇમ્પોર્ટેડ ગુડ્સના ઓર્ડરની કોપી જો એક મહિનામાં કસ્મટ સમક્ષ રજૂ કરાય તો માલ જપ્ત કરી લેવાશે, તેવી માહિતી ચેમ્બરના એક્ષ્પોર્ટ માર્કેટીંગ વિષય પરના સેમિનારના બીજા દિવસે વક્તા એસ.વી.મોદીએ એક્ષ્પોર્ટ ડોક્યુમેન્ટેશન, કમર્શિયલ એન્ડ રેગ્યુલેટરી ડોક્યુમેન્ટશન સમેત કસ્ટમર ક્લીયરન્સની વાત કરતા આપી હતી.

તજજ્ઞ એસ.વી.મોદીએ ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટના નિયમમાં આવેલા સુધારા અંગે ચર્ચા કરતાં જ્ણાવ્યું હતું કે, 2017થી કાયદામાં સુધારા આવ્યા છે. જેમાંયે બિલ ઓફ ઓર્ડર મુદ્દે સમજ આપતાં ઉમેર્યુ હતુ કે,સ્ટીમર મારફતે ગુડ્સ ઇમ્પોર્ટ થતું હોઇ છે.જેના 30 દિવસમાં બિલ ઓફ ઓર્ડર ફાઇલ કરવી અનિવાર્ય છે.જો ઓર્ડર ફાઇલ થાય તો મુદ્દત પૂર્ણ થયાના 24 કલાક બાદ પ્રત્યેક દિવસ દીઠ 5 હજાર કે તેથી વધુનો દંડ ઉપરાંત માલ જપ્તી કે નીલામી સુધીની પ્રક્રિયા તંત્ર દ્વારા થઇ શકે છે.ઇમ્પોર્ટ થતું ગુડ્સ કસ્ટમમાં અટકે નહી તે માટે નિયમમાં ઘણી સરળતાં થઇ છે.

ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટ સરળતાંથી થઇ શકે તેને ધ્યાને લેતાં આઇઇસી નંબર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જે પાન નંબર આધારિત હોય છે.આ નંબર થકી ઇમ્પોર્ટમાં આવતો માલ ઓછો હોય તો તેના સર્વે માટે અરજી પણ કરી શકાય છે.

બિલ ઓફ ઓર્ડરની મર્યાદા વીતી ગયા બાદ પ્રત્યેક દિવસથી 5 હજારના દંડની જોગવાઇ પણ કરાશે

અન્ય સમાચારો પણ છે...