તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જીએસટી સંદર્ભે આનંદ શર્મા સાથે વેપારીઓની સભાનો પણ ફિયાસ્કો

જીએસટી સંદર્ભે આનંદ શર્મા સાથે વેપારીઓની સભાનો પણ ફિયાસ્કો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે ઇશ્વર ફાર્મ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માની વેપારીઓ સાથેની મળેલી બેઠકમાં જુલાઇ માસ દરમ્યાન જીએસટી સામે ચળવળ ચલાવનાર તારાચંદ કાસાટ, અત્તર સિંહ,ગજેન્દ્ર સિંહ સમેતના ગણતરીના માથાઓ સિવાય તમામ ઉદ્યોગકારોએ ગેરહાજરી પુરાવી હતી.આ ઉપરાંત ફોસ્ટા,ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ઉપરાંત અગ્રણી ટ્રેડર્સે પણ મિટીંગથી અંતર રાખ્યુ હતું. 5 મહિના વીતી જવા છતાં શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગની ગાડી પાટે ચઢી નથી.એવામાં જીએસટી રૂપી ઘા પર મલમ લગાડવા ચૂંટણીમાં ઉમેદવારી કરનાર પક્ષો દ્વારા અવારનવાર વેપારીઓ સાથે સભાઓ અને મિટીંગનું આયોજન કરી તેમની જીએસટી સરળીકરણની માંગણીઓ સ્વીકારવા કાઉન્સિલમાં રજુઆતો કરવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યુ છે. બીજીતરફ રવિવારે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી સાથેની મિટીંગમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલા તમામ મોટા એસોસિએશનના ઉદ્યોગકારોએ હાજરી પુરાવી જીએસટી સંબંધી સમસ્યાઓ વિશે મનખોલીને વાત કરી હતી. અગાઉ પણ કોંગ્રેસ દ્વારા રાખેલી આવી બેઠકોમાં ટેક્નોક્રેટ સામ પિત્રોડાથી લઇને ભાજપના માજી મંત્રી યશવંત સિન્હા આવ્યા હતા પરંતુ તેમાં પણ આવો ઘાટ થયો હતો.

1 ડિસે. સુધી GST ટ્રાયલ બેઇઝ્ડ રાખવા રજૂઆત કરી હતી: શર્મા

18ટકા સુધીનો જીએસટીના સ્લેબ લાવવાની તૈયારી કરાઇ હતી.જીએસટીને 1લી ડિસેમ્બર સુધી ટ્રાયલ બેઇઝ્ડ પર રાખવાની માંગણી કરી હતી.તેમજ કાપડ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાની પણ માંગ છે.

કોંગ્રેસના માજી મંત્રીને ગણતરીના વેપારીઓ મળવા આવ્યા

દાવ ઊંધો | ચૂંટણી ટાણે નેતા ઘા પર મલમ લગાડવા આવ્યા

અન્ય સમાચારો પણ છે...