તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગુજરાતમાં રિટર્ન ફાઇલિંગ 50 લાખને પાર, આવકવેરો પણ 50 હજાર કરોડ ઉપર જશે

ગુજરાતમાં રિટર્ન ફાઇલિંગ 50 લાખને પાર, આવકવેરો પણ 50 હજાર કરોડ ઉપર જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રની મોદી સરકારના રૂપિયા 500 અને 1000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણય બાદ અનેક લોકોએ બેન્ક એકાઉન્ટ ખોલાવવાની ફરજ પડી હતી. તો કેટલાંકના એકાઉન્ટ આઇટી લિમિટ (2.50 લાખ) ની બહાર નીકળી ગયા હતા. આથી વર્ષ 2017-18ના આઇટી રિટર્નમાં તમામે રોકડ અંગેની વિગતો ઉમેરવી પડી હતી, તો કેટલાંકે પહેલીવાર રિટર્ન પણ ફાઇલ કર્યા હતા. સ્થિતિના લીધે આઇટી રિટર્નમાં ઉછાળો આવે એવી સંભાવના અગાઉથી વ્યક્ત કરવામાં આવી હતી. અલબત્ત, માર્ચ-2017 સુધી પણ કેટલાંક કરદાતાઓએ હાથ પર રોકડ બતાવીને પણ રિટર્ન ફાઇલ કર્યા હતા. કેમકે નોટબંધી દરમિયાન કરદાતાઓએ બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા હતા, અને આઇટી પાછળથી સ્ક્રુટિની કેસ કાઢે માટે હાથ પરની રોકડ રિટર્નમાં બતાવી હતી. જો કે, તમામની ગણતરી ઉંઘી પડી છે અને હાલ આવા કેસ માટે સ્ક્રુટિની નોટિસો મળી રહી છે. આઇટી સૂત્રો જણાવી રહ્યા છે કે નાણાકિય વર્ષ 2017-18 માટે ફાઇલ કરાયેલાં રિટર્નની સંખ્યા 50.36 લાખ થઈ ગઈ છે. નોંધનીય છે કે આમાં ઓડિટ કરાવનારાઓ પણ સામેલ છે. જ્યારે નાણાકીય વર્ષ 2016-17ના રિટર્નની વાત કરીએ તો કુલ ફિગર 28.12 લાખ હતો. આથી એક રીતે રિટર્નની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વર્ષ 2015-16માં રિટર્ન સંખ્યા 26 લાખની હતી.

નોટબંધી ફળી : ગત નાણાકીય વર્ષ કરતાં બમણાં રિટર્ન ફાઇલ થતાં આઇટી પણ સ્તબ્ધ: ટોટલ ટેક્સ વધવાની સંભાવના

02

કરોડ પર પહોંચી ગઇ પાનકાર્ડ ધારકોની સંખ્યા

50.36

લાખ જેટલા રિટર્ન ફાઇલ

46838

કરોડ રાજયનું આઇટી કલેકશન

ટર્નઓવર વધ્યું, રોકડ વધી તેની અસર

^નોટબંધીનાલીધે અનેકનું ટર્નઓવર પણ વધ્યું, રોકડ જે ઘરે હતી તે બેન્કમાં જમા કરાવવાની ફરજ પડી. આથી રિટર્ન વધ્યું છે કેમકે આઇટી લિમિટ ક્રોસ થયા બાદ રિટર્ન ભરવા સિવાય છુટકો નહતો.’ > અશ્વિનપારેખ, સી.એ.

ઝીરો રિટર્નવાળા કરદાતા પણ સામેલ

સી.એ.સૂત્રો કહે છે કે ટોટલ રિટર્નમાં ઝીરો રિટર્ન ફાઇલ કરનારાઓ પણ હોય છે. જેમની આવક 2.50 લાખની નીચે હોય છતાં રિટર્ન ફાઇલ કરતા હોય, લોન લેવા કે અન્ય કામ માટે ઝીરો રિટર્ન પણ ઉપયોગી છે.

પાનકાર્ડ બે કરોડ, આઇટી રિટર્ન માત્ર 50 લાખ

રાજયમાંપાનકાર્ડ ધારકોની સંખ્યા બે કરોડ જેટલી છે. જેની સામે રિટર્ન ફાઇલ કરનારાઓ 50 લાખ છે. સુરતમાં રિટર્ન ફાઇલ કરનારાઓ 15 લાખ છે (વર્ષ 2016-17ના રિટર્ન મુજબ) જેની સામે પાનકાર્ડ ધારકો 50 લાખ છે.

અન્ય સમાચારો પણ છે...