તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વોડાફોનની નેટવર્ક સર્વિસ ઠપ થતાં મોબાઇલધારકો પરેશાન

વોડાફોનની નેટવર્ક સર્વિસ ઠપ થતાં મોબાઇલધારકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલનેટવર્કિંગ ક્ષેત્રે મોટું નામ ધરાવતા વોડાફોનની સેવા બુધવારે સાંજે ખોટકાઇ ગઈ હતી. સાંજે 5 વાગ્યા બાદ શહેરના વેસુ, સિટી લાઇટ, ભટાર સહિતના કેટલાક વિસ્તારોમાં મોબાઇલના નેટવર્ક હોવા છતાં વોડાફોન યુઝર્સને સંપર્ક કરવું મુશ્કેલ બની ગયું હતું. વોડાફોન વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, છેલ્લાં બે-ત્રણ દિવસથી સુરત નહીં ગુજરાતના વોડાફોન નેટવર્ક યુઝર્સને કોલ ડ્રોપ સહિતની સમસ્યાઓ વેઠવી પડી હતી. બુધવારે મોટા પાયે ટેક્નિકલ ખામી સર્જાતાં શહેરના લાખો નેટવર્ક યુઝર્સને હેરાનગતિ વેઠવી પડી હતી.આ સમસ્યા અંગે માહિતી મેળવવા શહેરની રીજનલ બ્રાંચ ઓફિસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, નેટવર્કની સમસ્યાને લઇને કોઇ યોગ્ય જવાબ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...