તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલીવાર કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિકબ્રિગેડમાં માનદ્ સેવા આપનારા યુવાનો અને યુવતીઓને જ્યારે પણ લોકો સાથે ઝઘડો થયો છે ત્યારે કોઈ દિવસ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાતો હતો. કારણ કે તે માનદ્ સેવા આપી રહ્યા છે. જેમાં પોલીસ કમિશનરની સૂચનાથી પહેલી વખત ફરજમાં રુકાવટનો ગુનો મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયો છે. ટ્રાફિક બ્રિગેડની યુવતીની ફરજમાં રૂકાવટ કરનારા એક મહિલા

ટ્રાફિક બ્રિગેડમાં માનદ્ સેવા આપી રહેલાં સંગીતાબહેન શંકરભાઈ સોલંકી (ઉ.વ.37)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને ટ્રાફિક બ્રિગેડના અન્ય એક યુવાન હિતેશ હસમુખભાઈ ચૌધરી તા. 28મીએ ભાગળ ચાર રસ્તા પાસે માનદ્ સેવા બજાવી રહ્યા હતા તે વખતે રમેશ ચંદુલાલ નારાવાલા (ઉ.વ.56, રહે: વિશ્વનગર સોસાયટી, પૂણા ગામ) અને વર્ષાબહેન અરવિંદભાઈ શાહ (ઉ.વ.55, રહે: ધાનેરા બંગલો, વીઆઈપીરોડ, વેસુ) ફોર વ્હીલર લઈ સિગ્નલ તોડીને જતા હતા તેને અટકાવ્યા તો ગુસ્સે થઈ સંગીતાબહેનને તમાચો પણ ચોડી દીધો હતો અને લાત પણ મારી હતી. કાયદેસરની ફરજમાં રુકાવટ કરનારા બન્નેની પોલીસે ધરપકડ કરી છે.

કારચાલકે ભાગળ ચાર રસ્તા પર બ્રિગેડની યુવતીને લાફો અને લાતો મારી હતી

માનદ હોય છતાં સરકારી કર્મચારી ગણાય

ખરેખરતો સરકારી કર્મચારી હોય તેની સાથે ઝઘડો થાય તેવા કિસ્સામાં ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાય છે. કિસ્સામાં તો માનદ્ સેવા આપે છે તો પછી ફરજમાં રુકાવટનો ગુનો કેમ નોંધાયોω બાબતે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે સરકાર તરફથી ટ્રાફિક બ્રિગેડના યુવાનો-યુવતીઓને માનદ્ વેતન પણ પૂરું પાડવાામાં આવે છે. સરકાર જે વ્યક્તિને માનદ્ વેતન ચૂકવે તે સરકારી કર્મચારી ગણી ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરાયો છે. અગાઉ એક ઘટના વખતે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાતા અંગે પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્ર લખ્યો હતો, જેને લઇને કાર્યવાહી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રાફિક બ્રિગેડ સાથે બબાલ કરવી હવે મોંઘી પડશે, ભાગળ ખાતે ફરજમાં રૂકાવટ કરનારા 2ની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...