તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્મીમેરમાં દારૂના જથ્થા સાથે એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ઝડપાયો

સ્મીમેરમાં દારૂના જથ્થા સાથે એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્મીમેરહોસ્પિટલના કંપાઉન્ડમાંથી વરાછા પોલીસે બાતમીના આધારે એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ડ્રાઇવરને વિદેશી દારૂની 10 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ડ્રાઇવરની પત્ની સ્મીમેરમાં નર્સ હોવાનું અને તે નર્સિંગ ક્વાર્ટર્સમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

સ્મીમેર કંપાઉન્ડમાંથી એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો ડ્રાઇવર દારૂનો જથ્થો સપ્લાય કરતો હોવાની વરાછા પોલીસને બાતમી મળી હતી. સ્મીમેર નર્સિંગ ક્વાર્ટર્સ ખાતે રહેતો વિજય કેશવ ચૌહાણ (33) વિદેશી દારૂની નાની 10 બોટલો સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા કેશવ ચૌહાણની પત્ની સ્મીમેરમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનું જાણવા મળ્યું હતું.

વિજય ચૌહાણની પત્ની સ્મીમેરમાં નર્સ

3 લાખનો દારૂ કબજે

વરાછાનાટાંકલી ફળિયામાં દારૂ હોવાની બાતમીના આધારે તપાસ કરી તો જાહેર રોડ પરથી રૂ. 3 લાખની કિંમતના દારૂ સાથે અનવર ઇબ્રાહીમ ગરાસિયા અને નાદીરખાન નવાબખાન પકડાયા હતા.જ્યારે શૈફુદ્દીન ઉર્ફે લાલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...