તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાર રોકવા કોન્સ્ટેબલે રસ્તા વચ્ચે મુકેલી બાઇકને બુટલેગરોએ ઢસડી જઈ બન્ને કોન્સ્ટેબલ પર પણ કાર ચડ

કાર રોકવા કોન્સ્ટેબલે રસ્તા વચ્ચે મુકેલી બાઇકને બુટલેગરોએ ઢસડી જઈ બન્ને કોન્સ્ટેબલ પર પણ કાર ચડાવી દીધી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ પર કાર ચઢાવનાર બે બુટલેગરોની ધરપકડ

ગત 13મીએ સવારે સવા સાતેક વાગ્યે એક્ટિવામાં દારૂ લઈ જતા એક યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે એક અર્ટિગા કાર રિંગ રોડ પર ટેલિફોન ભવન નજીક છે જેમાંથી દારૂ લાવવામાં આવ્યો છે. જેના આધારે મહિધરપુરા પોલીસના મહેશભાઈ અને અન્ય એક કોન્સ્ટેબલ સાગરભાઈ ટેલિફોન ભવન પાસે પહોંચ્યા હતા. પોલીસને જોઈને કારના ચાલકે ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલે પોતાનું બાઈક રસ્તા વચ્ચે મૂકી કાર રોકવાનો પ્રયાસ કર્યો તો તે બાઇકને ટેલિફોન ભવનથી જીલાની બ્રિજ સુધી ઢસડી જઈ બન્ને કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી હતી. ઘટનામાં બન્ને કોન્સ્ટેબલને સામાન્ય ઇજા થઈ હતી. પોલીસે એક્ટિવા સાથે પકડેલા યુવકને છોડાવી જવામાં અર્ડિગા કારનો ચાલક અને તેની સાથે રહેલો કલ્પેશ રાણા (રહે: ગોલવાડ) સફળ રહ્યા હતા. મહીધરપુરા પોલીસે મંગળવારે સાંજે બાતમીને આધારે લિસ્ટેડ બુટલેગર કલ્પેશ રાણા અને તેના સાગરીત પંકજ ઉર્ફ કાલીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...