તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફીની રજૂઆત કરવા વાલીઓ પહોંચતા એસ. ડી. જૈન શાળામાં ગેટ બંધ કરાયો

ફીની રજૂઆત કરવા વાલીઓ પહોંચતા એસ. ડી. જૈન શાળામાં ગેટ બંધ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુની એસ.ડી.જૈન સ્કૂલમાં મંગળવારે સવારે મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થઇ ગયા હતા. સિકયુરિટી ગાર્ડે વાલીઓનો મિજાજ પારખી જઈ સ્કૂલનો મેઇન ગેટ બંધ કરી વાલીઓને અંદર પ્રવેશવા દીધા હતા. મોડે સુધી ગેટ નહીં ખોલતાં વાલીઓએ સ્કૂલ ગેટ બહાર ધરણાં શરૂ કરી સ્કૂલ વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સરકારે ફી વિધેયક એકટના અમલ બાદ પ્રથમ ટર્મની ફી વસૂલવા સૂચના આપી છે. બાકીની ફી કમિટી નક્કી કરે ત્યારબાદ વસૂલવા જણાવ્યું છે. શાળા સંચાલકો આમ છતાં બીજી અને ત્રીજી ટર્મની ફી ભરવા વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. સરકારના આદેશને ધ્યાનમાં રાખી 100થી વધુ વાલીઓએ પહેલા ટર્મની ફી ભરી છે. જ્યાં સુધી સરકાર તરફથી કોઇ સૂચના નહીં અપાય ત્યાં સુધી ફી નહીં ભરવા ઉપરાંત કેટલાક વાલીઓએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

1000થી વધુ વાલીઓએ બીજી ટર્મની ફી ભરી નથી

^હાઇકોર્ટમાંફી વિધેયક મુદ્દે કેસ ચાલી રહ્યો છે, જે ચુકાદો આવશે તે માન્ય રહેશે. હાલમાં તો ત્રીજો ટર્મ શરૂ થઇ ગયો છે ત્યારે ફી વગર શાળા કેવી રીતે ચલાવવી તે મોટો પ્રશ્ન છે. 1000થી વધુ વાલીઓએ હજુ બીજીટર્મની ફી ભરી નથી. શહેરની તમામ શાળાઓમાં ફી લેવાય છે. કોઇ વિરોધ નથી. માત્ર એક-બે પેરેન્ટ્સ શાળાને બદનામ કરવા અન્ય વાલીઓને ગેરમાર્ગે દોરી આવી હરકતો કરી રહ્યા છે. > દિપકવૈધ, સંચાલક,એસ.ડી.જૈન સ્કૂલ

વાલીઓને હડધૂત કરાતાં ધરણાં, દિવસભર વાલીઓએ વિરોધ પ્રદર્શન કરી બીજી-ત્રીજી ટર્મની ફીનો વિરોધ કર્યો

કમિટીએ શાળાઓને પ્રથમ ટર્મની ફી વસૂલવા સૂચના આપી છે

અન્ય સમાચારો પણ છે...