તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બીટકોઈન પાછળ ડાયમંડ લોબી ઘેલી, મંદીનો છેદ ઉડ્યો

બીટકોઈન પાછળ ડાયમંડ લોબી ઘેલી, મંદીનો છેદ ઉડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવાલા મારફત અને બેન્ક થકી રોજની રૂપિયા 50 કરોડથી વધુ રકમ વિદેશ જઈ રહી હોવાની માહિતી મળી રહી છે. રોજ અડધાથી લઇને એક ટકા સુધીનું વળતર મળી રહ્યું હોવાથી રાતોરાત કરોડપતિ બનવાની ઘેલછા અનેક લોકોને આકર્ષી રહી છે. શંકા પણ સેવાઈ રહી છે કે બીટકોઈનના આધારે જમીનોના સોદા પણ શરૂ થઈ શકે છે. એટલે પેરેલલ કરન્સીનો પણ દૌર પણ શરૂ થઈ શકે છે. સમગ્ર મામલે સરકારી એજન્સીઓનું ભેદી મૌન અકળાવનારૂં છે.

ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપ્ટો કરન્સી તરીકે બીટકોઈનનું ચલણ લાંબા સમયથી વધ્યું છે. બજારના સૂત્રો કહે છે કે નોટબંધીના સમયમાં પણ તેની ધૂમ ખરીદી થઈ હતી. નોટબંધી બાદ પણ તેમાં મળી રહેલાં આકર્ષક રિટર્નના લીધે અનેક માલેતુજારો બીટકોઈનની પાછળ ગાંડા બન્યા છે. તો કેટલાંક બિલ્ડરો તાજા થઈ ગયા છે. નોટબંધી બાદ બિલ્ડરોને તો તેજી છે. અન્યોના રૂપિયા આઇડીએસના નામે પોતાના એકાઉન્ટમાં જમા કરી લીધા હતા અને તેના પર વ્યાજ એક વર્ષ બાદ મળશે એવી પણ શરતો ગોઠવી દીધી હતી. પૈકીના કેટલાંય નાણાં હવાલા મારફત વિદેશ મોકલી તેના બીટકોઈન ખરીદી અંદાજે 870 ગણું રિટર્ન મેળવી ચૂકયા છે.

બિટકોઈનનો ફુગ્ગો ફુટે અગાઉ હજુ ઘણા લોકો તેમાં ઝંપલાવે તેવી સંભાવના છે. શરૂઆતમાં ઇઓયુ (એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ) પાછળ સક્રિય એવી ચોકબજારની ટોળકી પણ બિટ કોઈનમાં ફરી સક્રિય બની છે.

શરૂઆતમાં સક્રિય બનેલી ચોકબજારની ટોળકી બિટ કોઈનમાં ફરી દોડતી

સી.એ. પાસે લોકોની પૂછપરછ શરૂ

જાણીતાઅનેક સી.એ. પાસે ક્લાયન્ટ બીટકોઈનમાં રોકાણ અંગે પૂછપરછ કરી રહ્યા હોવાથી દરેક સી.એ. પોતાની રીતે અભિપ્રાય આપી રહ્યા છે. મોટાભાગના સી.એ. બિટકોઈનથી દુર રહેવાની સલાહ આપી રહ્યા છે. માર્કેટ રેગ્યુલેટર વગરના બિટકોઇનના ભાવમાં અફડાતફડીથી બજારમાં જોખમ પણ વધી ગયું છે. વળતર અલબત્ત, વરાછા અને રાજસ્થાન તરફના કેટલાંક સી.એ. તેમાં વધુ સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે.

ક્રિપ્ટો કરન્સી | ડિજિટલ કરન્સીથી ઓળખાતી બિટકોઇનનો ભાવ વર્ષ 2011માં 2 ડોલર હતો જે હાલ 9600 ડોલરને કૂદી ગયો

બીટકોઈનના સોદાનો કારોબાર શું છે

બીટકોઈનચલણ કાયદેસર નથી એટલે તેની ખરીદી માટે પણ બે નંબરના રસ્તા અપનાવવા પડે છે. હવાલા મારફત રૂપિયા વિદેશ મોકલાય છે અને બીટકોઈન માટે એકાઉન્ટ ખોલાવી તેની ખરીદી થાય છે. હાલ એક કોઈનની ભારતીય કિંમત રૂપિયા સાડા લાખ જેટલી છે. ભારતમાં આવતા તે સીધી સાડા સાત લાખ થઈ જાય છે. બીટકોઈનને ઇન્ડિયન કરન્સીમાં ફેરવવા પણ બે વેબસાઈટ કામ કરે છે જે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. કેસમાં બ્લેકની એન્ટ્રી વ્હાઇટ એકાઉન્ટમાં પડતી હોવાથી અનેક લોકો હાલ કન્વર્ટ કરાવવાના બીજા રસ્તા શોધી રહ્યા છે. કેમકે અેક નંબરના સહારે બીટ કોઈન માટે જે તે એકાઉન્ટમાં રૂપિયા પણ બેન્કિંગ ચેનલ દ્વારા જમા થાય છે અને બીટ કોઈનના વેચાણ વખતે પણ રૂપિયા બેન્કિંગ ચેનલથી આ‌વે છે. પરંતુ એન્ટ્રી પડાવવા માગતા નથી તે લોકો હવાલાનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...