• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પૂજાએ ઇંચની હીલ પહેરી દોઢ મહિનો ચાલવાની પ્રેક્ટિસ કરી

પૂજાએ ઇંચની હીલ પહેરી દોઢ મહિનો ચાલવાની પ્રેક્ટિસ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

દિલ્હીમાંયોજાયેલી મિસિસ ઇન્ડિયા અર્થ કોન્ટેસ્ટમાં સુરતની પૂજા શાહે ‘ફેસ ઓફ ગુજરાત’ અને ‘મિસિસ બ્યુટિફુલ સ્કિન’ ટાઇટલ જીત્યું છે. કોન્ટેસ્ટ માટે પૂજાએ પૂણે જઇને તૈયારીઓ કરી છે. દિલ્હી ખાતે યોજાયેલી સ્પર્ધામાં મૂળ ભારતના રહેવાસી હોય અને વિદેશમાં રહેતી હોય તેવી મહિલાઓએ પણ ભાગ લીધો હતો. જેમાં દુબઈ, યુ.એસ, લંડન, ભારત અને અન્ય દેશોના મળીને કુલ 48 મહિલાઓને ફાઈનલ સ્પર્ધા માટે સિલેક્ટ કરાઇ હતી. જેમાં ગુજરાતમાંથી ત્રણ મહિલાઓએ ભાગ લીધો હતો. સિટી ભાસ્કર સાથે વાત કરતા પૂજા કહે છે કે, રેમ્પવોક માટે સુરતમાં સેન્ડલ મળતા નથી એટલે માટેનાં સ્પેશિયલ સેન્ડલ મેં યુ.એસ.થી મંગાવ્યા હતા. ઇંચ હિલનાં સેન્ડલ પહેરીને ચાલવાની પ્રેક્ટિસ સતત દોઢ મહિના કરી હતી. હિલ પહેરીને બરાબર ચાલી શકું માટે રોજ 45 મિનિટ ચાલતી હતી. સાથે હેલ્થ, મોટિવેશન અને વ્યક્તિગત વિકાસનાં પુસ્તકો વાંચીને તૈયારીઓ કરી હતી.

પૂજા કહે છે કે ટેલેન્ટ રાઉન્ડમાં સેવ અર્થ થીમ પર કવિતા લખી હતી અને કવિતાની સાથે ડાન્સ અને ડ્રામા રજૂ કરીને પૃથ્વીને બચાવવાનો મેસેજ આપ્યો હતો. કરંટ અફેર્સમાં કારનો રજિસ્ટ્રેશન, કંપનીઓની ટેગ લાઇન પરથી કંપનીનાં નામ ઓળખવાનાં પ્રશ્નો પૂછાયા હતા. ટ્રેડિશનલ રાઉન્ડમાં ગુજરાતની સંસ્કૃતિ રજૂ કરવાની હતી. જેમાં કચ્છી ચણિયા ચોળી સાથે ગરબાની સંસ્કૃતિ રજૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...