તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બે એવોર્ડની સાથે બેસ્ટ સ્પોર્ટસ સ્કૂલનો અવોર્ડ પણ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે એવોર્ડની સાથે બેસ્ટ સ્પોર્ટસ સ્કૂલનો અવોર્ડ પણ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એવોર્ડ મેળવતા તાપ્તીવેલી સ્કૂલના સંચાલકો.

સિટી રિપોર્ટર | સુરત

પૂણેખાતે આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં દેશની ટોચની 500 સીબીએસઇ સ્કૂલની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં શહેરની તાપ્તી વેલી સ્કૂલે દેશની શ્રેષ્ઠ 500 સ્કૂલમાં સ્થાન મેળવ્યુ હતું. સ્કૂલને બેસ્ટ ઇનોવેટિવ એકેડમિક પ્રેક્ટિસ ઇનસાઇડ ક્લાસરૂમ, બેસ્ટ આઇસીટી એન્ડ ટેકનોલોજી ટીચીંગ ઇન સ્કૂલ અને બેસ્ટ સ્પોર્ટસ સ્કૂલનો અવોર્ડ મળ્યો હતો. વિશે વાત કરતા સ્કૂલના પ્રિન્સિપાલ કિરણજીત સિંઘ પન્નુએ કહ્યુ હતું કે ‘સ્કૂલના શિક્ષકો અને પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સના સહયોગથી શક્ય બન્યુ છે. બેસ્ટ ઈનોવેટિવ એકેડમિક પ્રેક્ટિસિસ ઈનસાઈડ ક્લાસ રૂમનો એવોર્ડ એટલા માટે આપવામાં આવ્યો કેમ કે સ્કૂલમાં જે વિષય ભણાવવામાં આવે તે દરેક વિષયને અલગ રીતે ભણાવવામાં આવે છે. જેમાં માત્ર ટેક્સ બુકની જગ્યાએ જે-તે ટોપિકને પ્રેકટિકલી ભણાવવામાં આવે છે. સાથે ટોપિકને પઝલ અને ક્વિઝ દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે. સાથે વિદ્યાર્થીઓને ક્રિકેટ, બાસ્કેટ બોલ, ટેનિસ, ફુટબોલ, વોલીબોલ, વોલ ક્લાઈમિંગ, હોર્સ રાઈડિંગ સહિત 12 સ્પોર્ટ ફરજિયાત છે. એક સ્પોર્ટસ એક્ટિવિટી એક વિદ્યાર્થી માટે ફરજીયાત છે. કારણે સ્પોર્ટસ કેટેગરીમાં શહેરની સ્કૂલને એવોર્ડ મળ્યો હતો.

દેશની ટોપ-500 CBSE સ્કૂલમાં શહેરની તાપ્તીવેલીને સ્થાન મળ્યું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો