તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • GST ઘટ્યો છતાં વિવર્સને મીટર કાપડ બનાવવામાં 2 રૂ.નું નુકશાન

GST ઘટ્યો છતાં વિવર્સને મીટર કાપડ બનાવવામાં 2 રૂ.નું નુકશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટી કાઉન્સિલની 6 ઓક્ટોબરે મળેલી 22મી મિટીંગમાં સિન્થેટીક યાર્ન પર જીએસટી રેટ ઘટાડાયો હતો. યાર્નનો કિલો દીઠ ભાવ આશરે 100 રૂ છે. બેઠક પહેલાં 18 ટકા જીએસટીના કારણે 118 રૂ. કિંમત સ્પીનર્સ દ્વારા વસૂલાત કરાતી હતી. જીએસટી સ્લેબમાં સુધારા બાદ 12 ટકા જાહેરાત થવા છતાં 112 રૂ.ના દરના કરવાની જગ્યાએ તેમાં સતત વધારો કરાય રહ્યો છે.

નેશનલ એન્ટી પ્રોફિટિંગ ઓથોરીટીને જીએસટીના કાયદામાં જાહેર કરાયેલા રેટને સાચી રીતે જાહેર કરવા કમિટી તૈયાર કરાય છે. છતાં સ્થાનિક કક્ષાએ કોઇ મોનિટરીંગ કમિટી કાર્યરત હોવાથી ગણ્યા ગાંઠ્યા સ્પીનર્સ મનફાવે તેમ યાર્નની કિંમતમાં વધારો કરી રહ્યા છે. બીજીતરફ અન્ય રાજ્યોના વિજળીના દરની સરખામણીએ ગુજરાતના ઉદ્યોગકારોને ચૂકવવો પડતો વિજળી દર ઉપરાંત લગ્નસરાંની સીઝન છતાં નિરસ ખરીદીના વાતાવરણના કારણે કારીગરોની અછત ઉપરાંક બેરોજગારીની સ્થિતિના કારણે કરાય રહેલા ભાવ વધારાના કારણે વીવર્સ દ્વારા ઉત્પાદિત થતાં ગ્રે કાપડ પાછળ મીટરે 1.50થી 2 રૂ.નું નુકશાન વેઠવું પડી રહ્યું છે.

બેઠક પહેલાં 18 ટકા જીએસટીના કારણે 118 રૂ. કિંમત સ્પીનર્સ દ્વારા વસૂલાતી

કૃત્રિમ તેજીના કારણે વિવિંગ યુનિટો મરણ પથારીએ

નામનહી આપવાની શરતે શહેરના વિવર્સ અગ્રણીએ જ્ણાવ્યુ હતું કે, જીએસટી એક્ટની અમલવારી બાદ છેલ્લાં 5 માસમાં મળેલી કાઉન્સિલની બેઠકમાં દરેક ઇન્ડસ્ટ્રી અને કોમોડીટીઝ પરના જીએસટી દરમાં રીવ્યુ બાદ ઘટાડો કરાયો છે.જીએસટી એક્ટમાં નિમાયેલી એન્ટી પ્રોફીટીંગ રૂલ્સ 2017,સેક્શન 164 અને 171 મુજબ એસેન્સીયલ એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર નેશનલ એન્ટી પ્રોફીટીંગ કમિટીની નિમણુંક થઇ છે. પરંતુ મોનીટરીંગના અભાવે ગણતરીા સ્પીનર્સ દ્વારા આડેધડ યાર્નના ભાવમાં કરવામાં આવી રહેલા વધારાના કારણે વિવિંગ ઇન્ડસ્ટ્રી મરણ પથારીએ આવી છે.

3 માસમાં યાર્નના દરમાં કિલો દીઠ 44 રૂપિયા વધારાના કારણે બમણો માર

અન્ય સમાચારો પણ છે...