તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિદ્ધાર્થ લો કોલેજમાં 21 કોપી કેસ મામલે કોલેજમાં સુપ્રિટેન્ડેન્ટ મુકવા સાથે ખુલાસો માંગવામાં આવ

સિદ્ધાર્થ લો કોલેજમાં 21 કોપી કેસ મામલે કોલેજમાં સુપ્રિટેન્ડેન્ટ મુકવા સાથે ખુલાસો માંગવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીકોમ, બીબીએ, બીએ સહિતના કોર્સની પરીક્ષામાં 370 કોપી કોસ નોંધાયા

કુલપતિ કે સિન્ડિકેટ સભ્ય સામે રડી લઈશું, તો સજા પણ માફ થઈ જશે!

સુરત: સિદ્ધાર્થલો કોલેજના પાંચમાં સેમેસ્ટરના 21 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા રંગેહાથ ઝડાયાયા છે. ત્યારે યુનિવર્સિટીએ મામલે મંગળવારે કોલેજમાં સુપ્રિટેન્ડન મુકવા સાથે કોલેજને લેખીતમાં ખુલાસો માંગ્યો છે.ઘટના કઇક એમ છે કે, કામજેર ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજમાં શુક્રવારે અંગ્રેજીનું પેપર હતું. જેમાં ફ્લાઇગ સ્વોર્ડે 21 વિદ્યાર્થી ઓને ચાલુ પરીક્ષાએ હાથથી લખેલી કાપલી, પ્રિન્ટેડ કાપલી સહિતના લખાણ વાળા સાહિત્યા સાથે પરીક્ષા અપાવતા પકડી પાડ્યા હતા.

જો કે, પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ છઠ્ઠા સેમેસ્ટરના છે. પરંતુ તેમની પાંચમાં સેમેસ્ટરમાં અંગ્રેજીમાં એટીકેટી આવતા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા અપાવી રહ્યા હતા. આટલું નહીં, કોલેજને મામલે લેખીતમાં ખુલાસો માંગ્યો છે. તેવું સિન્ડિકેટ સભ્ય કેતન દેસાઇ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...