તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપડ માર્કેટમાં ગબ્બર સિંહ ટેક્સનો કોંગ્રેસે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો

કાપડ માર્કેટમાં ગબ્બર સિંહ ટેક્સનો કોંગ્રેસે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બર સિંહનો ટેક્સની અગાઉ વાત કરી હતી, વાતને લઈને કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે વિધાનસભા ઈલેકશનના પ્રચાર માટે રેલી કાઢી તેમાં શોલે ફિલ્મના કલાકારોનો રોલ ભજવ્યો હતો. નવાબના બંગલામાં ગબ્બર સિંહ-ઠાકુર અને ડાકુઓનો સહિત 20 કોંગ્રેસીઓએ શોલે ફિલ્મના પાત્રો તૈયાર થઈ રીંગરોડની ન્યૂ ટેક્ષટાઈલ માર્કેટ રેલી કાઢી હતી. રેલીમાં શોલે ફિલ્મના કલાકારોની જેમ કોંગ્રેસીઓ તૈયાર થયા હતા. જે શોલે ફિલ્મમાં ગબ્બર સિંહ અને તેના ડાકુઓ પાસે બદૂંક અને ગોળી હતી તેવી રીતે પાત્ર ભજવામાં આવ્યું હતું. કોંગ્રેસની રેલી ન્યૂ ટેક્ષટાઈલ માર્કેટથી રોહિત માર્કેટ સુધી જઈ તે પહેલા 300 મીટરના અંતરે રેલી અટકાવી દેવામાં આવી હતી. લોકોના ટોળા એકત્ર થતા રસ્તા પર ટ્રાફિક પણ જામ થયો હતો. જેને પગલે સલાબતપુરા પોલીસ દોડી આવી રેલી અટકાવીને શોલેના ગબ્બર સિંહ-ઠાકુર અને ડાકુઓને અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. હાથકડી-5, ઘોડા-4, બાર બોરની નકલી બદૂંક-6, નકલી ગોળી ઉપરાંત બુલેટ, જીપ સહિત જાણે રસ્તામાં કોઈ ફિલ્મ ઉતારી રહ્યું હોય તેવી રીતે કોંગ્રેસીઓએ શોલેના પાત્રો ભજવ્યા હતા. અંગે સલાબતપુરા પોલીસના પીઆઈએ જાતે ફરિયાદી બનીને આઈપીસી કલમ-143 મુજબનો ગુનો દાખલ કરી કોંગ્રેસના કોર્પોરેટર અસ્લમ સાયકલવાળા, અલીમખાન પઠાણ, કૃણાલ મોરી, દિગ્વિજય ચૌહાણ, આશીષ પટેલની ધરપકડ કરી છે.

ગેરકાયદે મંડળી રચવાના ગુનામાં 6 માસની કેદ થઇ શકે

કોંગ્રેસીકાર્યકરોએ શોલેના પાત્ર ગબ્બરસિંહ, સાંભા અને ઠાકુર બની જીએસટી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની સાથે કોંગી કોર્પોરેટર મળી પાંચ સામે સલાબતપુરા પોલીસે આઇપીસીની ધારા 143 મુજબ ગેરકાયદે મંડળી રચવાનો ગુનો નોંધ્યો છે. જો આરોપીઓ સામે કોર્ટમાં ગુનો સાબિત થાય તો કાયદા મુજબ 6 માસની કેદ અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે.

6 બંદૂકો, 4 ઘોડા, 5 હાથકડી, બોગસ કારતૂસ લઇને માર્કેટમાં આવેલા ગબ્બર-ઠાકુર-ડાકુઓની ધરપકડ

રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બરનો ટેક્સ કહ્યો હતો

કોંગ્રેસ દ્વારા મંગળવારે ટેક્સટાઇલ માર્કેટ ખાતે જીએસટી(ગબ્બર સિંહ ટેક્સ)નો શોલે પિક્ચરની સ્ટાઇલમાં વિરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...