• Gujarati News
  • નાનપુરા સંઘમાં જૈનાચાર્યોનો ચાતુર્માસ પ્રવેશ

નાનપુરા સંઘમાં જૈનાચાર્યોનો ચાતુર્માસ પ્રવેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનપુરાજૈન સંઘ, બાબુનિવાસની ગલી ખાતે સોમવારે આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પંન્યાસ પદ્મદર્શનજી તથા પંન્યાસ રશ્મિરાજવિજયજી આદિઠાણા 12નો ચાતુર્માસ પ્રવેશ ધામધૂમથી થયો હતો જેમા મોટી સંખ્યામાં ભાવુકો જોડાયા હતા.

પ્રવેશોત્સવ પ્રસંગે સમગ્ર ભારતભરમાંથી ભાવુકો પધાર્યા હતા. જેની સાથે આચાર્ય મલકિર્તીસૂરીજીનો પણ પ્રવેશ થયો હતો.શાંતિનાથ જિનાલય ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ગુરુજી અમારો અંતનાર્દ અમને આપો આશીર્વાદના નાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. શાસનધ્વજ, શણગારેલી બગીઓ, સંગીતની સૂરાવલીઓનું બેન્ડ, બેડાંવાળી બહેનો અને મોટી સંખ્યામાં પધારેલા શ્રાવકોએ આકર્ષણ જમાવ્યું હતું. પ્રવેશ બાદ સંઘમાં ગુરૂપૂજન અને કામળી વહોરાવાની ઉછામણી થઇ હતી. પ્રસંગે કુલચંદ્રસૂરીશ્વરજીએ ધર્મસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આઠ મહિના ધન કમાવા માટે છે, જ્યારે ચાતુર્માસનાં ચાર મહિના ધર્મ કમાવવાનાં છે. પંન્યાસ પદ્મદર્શનવિજયજીએ જણાવ્યું હતું કે, પાણી અને વાણીની મોસમ છે. શ્રવણ અને શ્રમણ હૃદયપરિવર્તનના ઘટકો છે. જીવનને ધર્મમય બનાવવાની સીઝન છે. પંન્યાસ રશ્મિરાજવિજયજીએ ધર્મની મોસમ તરીકે ચાતુર્માસનું મહત્ત્વ બતાવ્યું હતું. જૈનાચાર્યના પ્રવચનમાં મોટી સંખ્યામાં જૈનો અને જૈનેતર લોકો પણ જોડાયા હતા.