120 કિમીની રેસ પાર્થે 3 કલાકમાં પુરી કરી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | सुसुसुरतખેલમહાકુંભ-2017 અંતર્ગત સ્ટેટ લેવલની સાઇકલિંગ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ઓલપાડની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના બીજા વર્ષના પાર્થ જરીવાલાએ ઓપન એઈજ બોયઝ ગ્રુપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સ્પર્ધા પહેલા પાર્થે ગુજરાત સ્ટેટ સાઇકલિંગ એસોસિએશન દ્વારા આયોજિત સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ સાઇકલિંગ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સ્પર્ધાઓમાં કરેલા દેખાવને આધારે પાર્થની પસંદગી કર્ણાટક ખાતેની 22મી નેશનલ સાઇકલિંગ સ્પર્ધા માટે થઈ હતી. જેમાં તેને 120 કિલોમીટરની રેસ ત્રણ કલાકમાં પુરી કરી હતી.

પાર્થ જરીવાલાએે સાઇકલિંગમાં સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...