સ્ટુડન્ટ્સે ચાર્ટ, ચિત્રો, નકશા બનાવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરાભાગળ ગુરૂકૃપા વિદ્યાલય ખાતે વ્યસનમુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વ્યસનમુક્તિ માટેના ચિત્રો, નકશા, ચાર્ટ, પ્રોજેક્ટ દ્વારા વ્યસનથી શરીરમાં થતાં રોગો તેમજ અન્ય માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ મોડેલ દ્વારા હૃદય, ફેફસા, પેટ અને છાતીના રોગોથી માહિતગાર કર્યા હતાં. સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોની મદદથી જીવનમાં વ્યસન કરવાનો સંદેશ આપ્યો હતો. પ્રદર્શનમાં ‘ધુમ્રપાન અને ટોબેકો સેવન હૃદયરોગ નોતરે છે’, ‘વ્યસન એટલે આપઘાત’, ‘વ્યસન વિનાશ વેરે છે’, ‘વ્યસન એટલે નર્કની સીડી’નો સંદેશો આપતા પ્રોજેક્ટ બનાવ્યા હતાં.

પ્રોજેક્ટ બનાવી વ્યસનના ગેરફાયદા સમજાવ્યાં

અન્ય સમાચારો પણ છે...