• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પ્રાર્થના સંઘ ભદ્ર આશ્રમ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ

પ્રાર્થના સંઘ-ભદ્ર આશ્રમ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

આગામીશૈક્ષણિક પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ શારીરિક-માનસિક તણાવ અનુભવતા હોય તેવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પ્રાર્થના સંઘ-ભદ્ર આશ્રમ દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનમાં કોઇ પણ સુરતી જોડાઇ શકે છે અને એક ફોન કોલ દ્વારા નિ:શૂલ્ક માહિતી મેળવી શકે છે.

અભિયાન વિશે વાત કરતા પ્રાર્થના સંઘના સંચાલકોએ જણાવ્યુ હતું કે ‘શૈક્ષણિક વર્ષના અંતે આવતી પરીક્ષાઓની તૈયારી અને તેના પરિણામોની ચિંતા વિદ્યાર્થીઓને સતાવતી હોય છે. શાળા-ટ્યુશનના વર્ગો અને પરિવાર તરફથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તીવ્ર અપેક્ષાઓના દબાણ હેઠળ વિદ્યાર્થીઓ પીસાતા જાય છે. તેને તમામ વિષયો ભણાવી તેમાં શ્રેષ્ઠ પરિણામની અપેક્ષા રાખવી અમાનવીય કહી શકાય. આવા દબાણ વગર ભણીને પણ વિદ્યાર્થીઓને તેજસ્વી બનાવી શકાય છે, તેઓ શિક્ષણને બદલે કેળવણી પામી શકે છે અને પોતાના મનગમતા વિષયોમાં કેળવણી પામી શકે છે. આવા મૂલ્યોના આધારે દુનિયાને ઉપયોગી થાય તેવા મહાન વ્યક્તિ બની શકાય છે.

ગાંધીજી, ગુરુદેવ ટાગોર, આઈન્સ્ટાઈન, સચિન તેંડુલકર, લતા મંગેશકર જેવા લોકો પ્રાથમિક શિક્ષણમાં તેજસ્વી હતાં તેમ છતાં આજે પોતાના ક્ષેત્રમાં ટોપ પર છે. વિદ્યાર્થીઓ માટે સાચી દિશામાં મહેનત કરી પોતાના શિક્ષણ કાર્યનો આનંદ માણી તનાવમુક્ત વાતાવરણ સર્જાય તો આજની પેઢી શ્રેષ્ઠ પેઢી બની શકે છે.’ અભિયાન અંતર્ગત પરીક્ષાના સમયે તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ પ્રાર્થના સંઘને ફોન કરી શકે છે અને માર્ગદર્શન મેળવી શકે છે તેમજ મદદ મેળવી શકે છે.

વિદ્યાર્થીઓને મોટીવેશન આપવા અભિયાન શરૂ થયું

અન્ય સમાચારો પણ છે...