તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એક વર્ષમાં 12 ટકાના વધારા સાથે ઇમ્પોર્ટ ફેબ્રિક્સ ફાઇબરમાં 160 કરોડનો ઉછાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વર્ષમાં 12 ટકાના વધારા સાથે ઇમ્પોર્ટ ફેબ્રિક્સ-ફાઇબરમાં 160 કરોડનો ઉછાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાર્ન અને ફેબ્રિક્સની ઇમ્પોર્ટમાં છેલ્લાં કેટલાંક મહિનામાં સતત ઉછાળો નોંધાયો છે. ઇન્ડસ્ટ્રી સુત્રોમાંથી જાણવા મળેલા કારણો અનુસાર જીએસટી પછી ઇમ્પોર્ટ ડ્યુટીમાં થયેલો સતત ઘટાડો જવાબદાર ગણી શકાય. કોટન ફેબ્રિક્સના ઇમ્પોર્ટમાં જુલાઇ દરમ્યાન 45 ટકા, ઓગસ્ટમાં 29 જ્યારે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં 12-12 ટકાના ઉછાળા સાથે 153.9 યુએસ મિલિયન ડોલર એટલે અંદાજે વાર્ષિક 160 કરોડ રૂપિયાનો ઉછાળો થયો છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી(સીઆઇટીઆઇ)ના અહેવાલ પ્રમાણે જીએસટી પહેલાં બીસીડી, સીએડી અને સીવીડી ટેક્સ લાગતાં હતા. જીએસટી પછી માત્ર આઇજીએસટી દર લાગતાં ઇમ્પોર્ટ ફેબ્રિક્સ અને યાર્ન પર ડ્યુટીનો રેટ 15 થી 18 ટકા ઘટીને 10 ટકા સુધી સમેટાયો છે.

1000થી 1500 રૂપિયાની એમઆરપી ધરાવતું કાપડ બાંગ્લાદેશથી અંડરવેલ્યુએટ થઇ રૂ.80થી 120માં ઇમ્પોર્ટ થઇ રહ્યા છે. દિવાળી પૂર્વે સ્થાનિક ઉદ્યોગોના વિરોધથી ટેક્સટાઇલ મંત્રાલયે 169 જેટલા યાર્ન અને ફેબ્રિક્સ પૈકી કેટલાંક કોડ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવા નોટિફિકેશન જાહેર કર્યુ હતું. નવા ટેરીફ રેટ પ્રમાણે અમલ થવાની જગ્યાએ હજી ઇમ્પોર્ટ ફેબ્રિક્સ અને યાર્ન પર જુના દર યથાવત્ રહેતાં સતત ઇમ્પોર્ટ વધી રહ્યું હોવાથી નાના વિવર્સનો મરો થઇ રહ્યો છે.

વિરોધ | ઇમ્પોર્ટ થતાં યાર્ન અને ફેબ્રિક્સ પર ડ્યુટીમાં વધારાનો અમલ નહીં

સ્થાનિક એક્સપોર્ટ પર અસર

^ભારતમાં 25 લાખ અને સુરતમાં 6.50 લાખ લૂમ્સ યુનિટો આવેલા છે.ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારાનો અમલ નહી થતાં નાના વિવર્સનો મરો થઇ રહ્યો છે. વૈશ્વિક હરીફાઇમાં ભારતે ટકવું પણ મુશ્કેલ બની રહ્યું છે. જેની અસર સ્થાનિક એક્સપોર્ટ પર પણ જોવા મળે છે. > મયુરગોળવાલા,વિવર્સ અગ્રણી

નજીવા ભાવે કાપડ ડમ્પ થઈ રહ્યા હોવાથી ઉદ્યોગોની હાલત કફોડી

^માત્ર 50 ટકા આઇટમો પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારાઈ છે. જેના ટેરીફ રેટ વધારાયા છે તેનો અમલ નથી થતો. જીએસટી પૂર્વે જે ઇમ્પોર્ટ ફેબ્રિક્સ અને યાર્ન પર 28 ટકા સુધી ડ્યુટી ચૂકવવી પડતી હતી તે જીએસટી પછી ઘટીને 10 ટકા થઇ છે. હાલ કેટલીક કેટેગરી પર 20 થી 25 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે જેમાંયે 5 ટકા ક્રેડિટથી ઇમ્પોર્ટેડ કાપડ સ્થાનિક ઉત્પાદન કરતાં સસ્તું છે. કેટલાંક કાપડ અંડરવેલ્યુ થઇ 7 થી 10 રૂ. મીટર જેવા નજીવા ભાવે ડમ્પ થાય છે. > આશિષગુજરાતી,વિવર્સ અગ્રણી

અંડરવેલ્યુ થઇ હજીયે ફાઇબર-ફેબ્રિક્સનું ઇમ્પોર્ટ વધતાં સ્થાનિક ઉત્પાદકોનો મરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો