તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓખીની અસર ઓસરી : વાદળો ધુમ્મસ ગાયબ, પારો 7 ડિગ્રી ઊંચે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખીની અસર ઓસરી : વાદળો -ધુમ્મસ ગાયબ, પારો 7 ડિગ્રી ઊંચે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખી વાવાઝોડાને કારણે મહત્તમ તાપમાન બે દિવસમાં રેકર્ડ બ્રેક 9 ડિગ્રી ગગડીને 18 ડિગ્રીએ પહોંચી જતા શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી ગયું હતું. લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં માત્ર એકથી બે ડિગ્રીના તફાવતથી શહેરમાં શીત લહેર પ્રસરી જતાં શહેરીજનોને વહેલી સવારથી ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

ઓખી વાવાઝોડાને કારણે આકાશમાંથી ધીમેધીમે વાદળો ગુરૂવારથી હટવાના શરૂ થઇ જતાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. બુધવારે મહત્તમ તાપમાન 18.4 ડિગ્રી હતું. જે ગુરુવારે 7 ડિગ્રી વધીને 25.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી બે દિવસથી જે શહેરમાં કાતિલ ઠંડી પડતી હતી, તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઠંડીનો પારો 16.8 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. બુધવારે ઠંડીનો પારો 16.6 ડિગ્રી હતો. હજુ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. જ્યારે ઠંડીના પારામાં સામાન્ય ફેરફાર થાય એવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

છેલ્લા 7 દિવસમાં તાપમાનનું અપ-ડાઉન

તારીખમહત્તમ લઘુત્તમ

132.4 20

2 32 22.4

3 31.4 21.6

4 27 21.8

5 20.6 19.4

6 18.4 16.6

7 25.4 16.8

3 દિવસ સુધી વાદળછાયા વાતાવરણ બાદ સૂર્યદેવનાં થયાં દર્શન

પવનની ગતિ પણ ઘટી ગઇ, નોર્થ દિશાથી 4 કિ.મીની ઝડપે પવન ફૂંકાયાં, લઘુતમ તાપમાન સામાન્ય વધારા સાથે 16.8 ડિગ્રી નોંધાયું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો