જીએસટી રિવ્યૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીથીઉદ્દભવેલી સમસ્યાઓનો જીએસટી લો રિવ્યૂ કમિટીએ રિપોર્ટ તૈયાર કરી રેવેન્યુ સેક્રેટરીને સુપરત કર્યો છે. ઇવે-બિલને વર્ષ 2019 સુધી મુલતવી રાખી, આઇટીસી રીફંડ મેળવવાની પદ્ધતિ સરળ કરવા સમેતના 100થી વધુ સુધારાઓની માંગણી કરી છે.

દિવાળી પહેલા નાણામંત્રી અરૂણ જેટલીએ 5 સભ્યોની લો રિવ્યૂ કમિટી તૈયાર કરી દેશભરના ઉદ્યોગકારો સાથે મિટિંગ કરી તેમને જીએસટીને લગતી સમસ્યાઓ અંગે માહિતી મેળવી રિપોર્ટ તૈયાર કર્યો હતો. 5મી ડિસેમ્બરે જીએસટીના નિયમોમાં 100થી વધારે સુધારાની જરૂરિયાત દર્શાવતાં મુદ્દાનો રિપોર્ટ સુપરત કર્યો હતો.આ મિટિંગમાં ગૌતમ રાયના ચેરમેનશિપ હેઠળ સીએઆઇટીના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલ સમેત અજય શાહી, ઓમ પ્રકાશ મિત્તલ, વિનોદ જૈને રેવેન્યુ સેક્રેટરીને રિપોર્ટ સુપરત કર્યો હતો.

રિવર્સ ચાર્જ મિકેનિઝમ(આરસીએમ)ને કાયમી ધોરણે નાબૂદ,ઇવે-બિલને વર્ષ 2019 સુધી મુલતવી રાખી ઇવે-બિલની જગ્યાએ બીજી પદ્ધતિ લાવવા ઉપરાંત આઇટીસી રીફંડ મેળવવાની પ્રક્રિયા સરળ કરવા સમેતના 100 જેટલા સુધારાની આવશ્યકતા હોવાનું જ્ણાવ્યું હતું. જીએસટીના અમલ બાદથી શહેરના વિવિધ ઉદ્યોગો જેમાંયે કાપડ ઉદ્યોગમાં મંદી સમાન પરિસ્થિતિ ઉદ્દભવી છે. એકમ્યુલેટ થતી આઇટીસી રીફંડ મળતી નથી. જ્યારે ત્રિ-માસિક રીટર્નની માંગણી લાંબા સમયથી કરાઇ રહી છે. જેને કેન્દ્ર સરકારે માન્ય તો રાખી છે પરંતુ તેમાં 1.50 કરોડની લિમિટ રાખી દેતાં સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગકારોને તેનો લાભ મળ્યો નથી.

{ રિવર્સ ચાર્જની પદ્ધતિ નાબૂદ કરવી.

{ ઇવે-બિલનો અમલ 2019 સુધી મુલતવી રાખવો અને વિકલ્પે બીજી પદ્ધતિ અમલમાં લાવવી.

{ કમ્પોઝિશન સ્કીમમાં આંતરરાજ્ય વ્યવહારોને માન્ય રાખવા.

{ રીફંડ આપવાની પદ્ધતિ આપો-આપ થવી જોઇએ.

{ જુદા-જુદા રીર્ટનની જગ્યાએ એકીકૃત રીર્ટન ભરવાની વ્યવસ્થા.

{ આઇટીસી રીફંડ ચાલુ માસમાં ઉપરાંત તેમાં સુધારો કે ઍડજસ્ટમેન્ટ પાછળથી કરવાની છૂટ.

{ ફોર્મ 3બી એક વર્ષમાં ચાલુ રાખવું.

{ અધિકારી પાસે વિશ્વસનીય પુરાવા હોઇ તો કમિશનરની પરવાનગીથી સર્ચ કરવામાં આવે.

{ 0.5 થી 1 ટકા રીર્ટનની સ્ક્રુટીની કરવામાં આવે.

{ લેટ પેમેન્ટ પર ટેક્સ વસૂલાય તો તેના વ્યાજને ટેક્સમાંથી મુક્તિ.

{ વિવર્સને તા. 30 જૂનની ઓપનિંગ સ્ટોક પર ક્રેડિટ મળવી જોઇએ.

{ આઇટીસી 04 ફોર્મ રદ્દ કરી દેવું.

{ કાપડના વેપારીએ 1-7-2017 પછી રજિસ્ટ્રેશન કરવામાં મોડું કર્યુ હોઇ તો પણ તેને કરેલી ખરીદી પર ક્રેડિટ મળવી જોઇએ.

જીએસટીને લઇને મંગાયેલા સુધારા

ઇવે-બિલને 2019 સુધી મુલતવી રાખી રિફંડની કવાયત

અન્ય સમાચારો પણ છે...