તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હવે બીએડના કરાર આધારિત અધ્યાપકોની નોકરી ખતરામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે બીએડના કરાર આધારિત અધ્યાપકોની નોકરી ખતરામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુજીસીઅને એનસીટીઈના જુદા જુદા પરિપત્રને કારણે નર્મદ યુનિવર્સિંટીની બીએડ કોલેજોમાં ફરજ બજાવતા કરાર આધારિત અધ્યાપકોની નોકરી ખતરામાં આવી ગઈ છે. એક તરફ નેટ-સ્લેટ પાસ કરેલા અધ્યાપકો નહીં મળતા હોવાને કારણે યુનિ.એ યુજીસીના નિયમ પ્રમાણે આવી કોલેજમાં 11 મહિનાના કરાર આધારે અધ્યાપકોની ભરતી કરી છે. ત્યારે એનસીટીઈના નવા ફતવામાં આવા અધ્યાપકો રાખનારી કોલેજને નવા સત્રમાં માન્યતા નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.

એઆઇસીટીઇએ પત્રમાં એમ પણ લખ્યું છે કે, બીએડ કોલેજમાં અધ્યાપકોની ભરતી માટે નેટ - સ્લેટ ફરજિયાત નથી. પરંતુ યુનિવર્સિટીએ યુજીસીને માનતી હોવાને કારણે તેણે બીએડ કોલેજમાં પણ અધ્યાપકોની ભરતી માટે નેટ - સ્લેટ ફરજિયાત કર્યું છે. આમ યુજીસી અને એનસી ટીઇના પરિપત્રને કારણે બીએડ કોલેજના સંચાલકો મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. હવે કોલેજની માન્યતા મેળવવા માટે સંચાલકો કરાર આધારિત અધ્યાપકોને નોકરીમાંથી છૂટા કરે તેવી સંભાવના છે. ત્યારે બાબતે તજજ્ઞો જણાવે છે કે, યુનિવર્સિટી એક સ્વાયત સંસ્થા છે. આવી મૂંઝવણમાં તેમણે એનસીટીઈના પરિપત્રને ધ્યાનમાં રાખીને કોલેજમાં અધ્યાપકોની ભરતી માટે નેટ-સ્લેટ બાબતે મુક્તિ આપવી જોઇએ.

યુજીસી અને એનસીટીઈના વિરોધી પરિપત્રથી ચિંતા

એનસીટીઇ કહે નેટ-સ્લેટ ફરજિયાત નહીં, યુજીસી કહે જરૂરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો