પાંડેસરાની મિલમાં આગથી પ્લાન્ટ ખાખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરાજીઆઈડીસીની એક ડાઇંગ મિલમાં બોઇલરના ઓઇલની લાઇનમાં લીકેજને કારણે આગ ભભૂકી ઊઠી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ હતી. જોકે, 5500 લીટર ઓઇલ, આરઓ પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયાં હતાં.

પાંડેસરા જીઆઈડીસી જૂના ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી શ્રીનાથ ટેક્સ પ્રિન્ટ નામની ડાઇંગ મિલમાં ગુરુવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. બોઇલરના ઓઇલની લાઇનમાં લીકેજને કારણે આગ લાગતાં મિલમાં કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...