• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે, રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ બનશે : મોદી

સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે, રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ બનશે : મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એવીએશન પોલિસી બનાવીને નાના શહેરોમાં જવા માટે રૂ. 2500 રૂપિયામાં લોકો ફલાઇટની મુસાફરી કરે, તે માટેની પણ કામગીરી કરવામાં આ‌વી રહી છે. જેથી હવાઇ ચપ્પલ પહેરનાર પણ હવાઇ મુસાફરી કરે તે રીતેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે વિશ્વમાં આગવી ઓ‌ળખ મળે તે પ્રમાણેનું સુરત રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

કોંગ્રેસ અને ભાજપના વિકાસની તુલના કરતા મોદીએ કહ્યું , શહેરમાં કાશીરામ રાણા જ્યારે ભાજપના મેયર બન્યા તે પહેલાનું સુરત કેવું હતું અને હાલમાં ભાજપ શાસનમાં સુરતની સૂરત બદલાઇ છે. જેથી વિકાસ કેવી રીતે કરવો તેનો પણ ખ્યાલ કોંગ્રેસને નથી. વિકાસનો ખબર નહીં પડતી હોવાના લીધે આવી સ્થિતિ ઉભી થઇ છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતની ચર્ચા થાય ત્યારે ગુજરાતના વિકાસની વાતો કરવામાં આવે છે. તેમજ અન્ય રાજ્યની સરખામણી પણ ગુજરાત સાથે કરવામાં આવતી હોય છે. તેના લીધે ગુજરાત અન્ય રાજય માટે વિકાસનું માપદંડ બની ગયુ છે. કોંગ્રેસના લોકો દ્વારા, મોદીજી જવાબ આપે, તેવી વાતો કરવામાં આવી રહી છે. જવાબ તો તેમણે આપવાનો છે. આઝાદીને 70 વર્ષમાં 50-55 વર્ષ તો તમે રાજ કર્યું છે. તેમાં પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એકચક્રીય શાસન કર્યું હોવા છતાં દુનિયાની નજરમાં પાછળ હતા. તમે એવા ખાડા કર્યા કે, તેને પૂરતા 25 વર્ષ પણ ઓછા પડે તેમ છે. તમે મારા પર ભરોસો મુક્યો છે, પાછી પાની કરે તે ગુજરાતી ના હોય તેમ મોદીએ સભામાં કહ્યું હતું.

જીએસટીનું નામ લીધા વગર કહ્યું કાપડની તકલીફની મને દિલ્હીમાં ખબર પડે છે

જીએસટીનુનામ લીધા વિના નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે અહીયાં તકલીફ થાય, તેની જાણ મને દિલ્લીમાં પણ થઇ જાય છે. તેના કારણે હીરા અને કાપડ ઉદ્યોગ સોળે કળાએ ખીલે, તે માટેના પણ પ્રયાસ કરાયા છે. રશિયાની રફ ડાયમંડ સુરતમાં ઘરબેઠાં મળે, તે માટે રશિયાના વડાપ્રધાન પુતીન જ્યારે ભારતમાં આવ્યા ત્યારે, શહેરમાં બેઠક કરી હતી.

તમે મારા પર ભરોસો મૂક્યો છે, પાછી પાની કરે તે ગુજરાતી ના હોય

વિકાસ વર્સિસ વિકાસ | કાશીરામ રાણા મેયર બન્યા તે પહેલાં અને આજે સુરત કેવું છે

વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા કલાકોમાં લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હકડેઠઠ મેદની તેમને સાંભળવા ઊમટી પડી હતી. તસવીર- હેતલ શાહ

સુરત લહેરી લાલાઓનું ગામ | સુરતમાં બીજો રોડ શો થઇ ગયો, એરપોર્ટથી લઇ લિંબાયત સુધી જનતાના ભરપૂર આશીર્વાદ મળ્યા

અન્ય સમાચારો પણ છે...