સુરત | ચૂંટણીપહેલા અને સરકાર બનાવતી વેળા વિવિધ પાર્ટીઓમાં જોડતોડ
સુરત | ચૂંટણીપહેલા અને સરકાર બનાવતી વેળા વિવિધ પાર્ટીઓમાં જોડતોડ થાય છે પણ મતદાનના બે દિવસ પહેલા સુરત એનસીપી(નેશનલ કોંગ્રેસ પાર્ટી)નું આખેઆખું માળખુ બરખાસ્ત કરી પ્રમુખ હરીશ સૂર્યવંશી સહિત કાર્યકરોએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. હરીશ સૂર્યવંશીએ ઉધના વિધાનસભામાં ઉમેદવારી પણ કરી છે, જોકે, હવે તેઓએ અહીંના કોંગ્રેસના ઉમેદવાર સતીષ પટેલને સમર્થન આપવાની જાહેરાત કરી છે અને અન્ય ઉમેદવારોને પણ એમ કરવા સૂચન કર્યું છે. હરીશ સૂર્યવંશી 18 વર્ષ પહેલા જ્યારે પક્ષની સ્થાપના કરાઈ હતી ત્યારથી શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ સાથે જોડાય હતા. તેમના પુત્ર અને પ્રદેશ મહામંત્રી પદે રહેલા કૃણાલ સૂર્યવંશીએ કહ્યું કે પક્ષની વિચારધારા વિરુદ્ધ ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને રાજ્ય સભાની ચૂંટણીમાં વોટ આપ્યો.
પક્ષપલટો | આખેઆખુ સુરતનું એનસીપી કોંગ્રેસમાં જોડાઈ ગયું