• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | નર્સિંગવિદ્યાર્થીઓની દ્વિ વાર્ષિક 27મી કોન્ફરન્સ આંધ્રપ્રદેશના ગુંન્ટુર ખાતે

સુરત | નર્સિંગવિદ્યાર્થીઓની દ્વિ વાર્ષિક 27મી કોન્ફરન્સ આંધ્રપ્રદેશના ગુંન્ટુર ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નર્સિંગવિદ્યાર્થીઓની દ્વિ વાર્ષિક 27મી કોન્ફરન્સ આંધ્રપ્રદેશના ગુંન્ટુર ખાતે યોજાઈ હતી. અધિવેશનમાં સમગ્ર દેશ માંથી આવેલી પ્રવૃત્તિઓની 34 ડાયરીઓ માંથી 54 વર્ષમાં રાજ્યમાં પ્રથમ વખત સુરતની સરકારી નર્સિંગ કોલેજને પ્રથમ રાષ્ટ્રીય કક્ષાનું ઈનામ પ્રાપ્ત થયું છે. ટ્રેઈન્ડ નર્સિંગ એસોસીએશન ઓફ ઈન્ડિયા, ગુજરાત બ્રાંચના સેક્રેટરી કિરણ દોમડિયાએ જણાવ્યું હતું કે રંગોળી હરીફાઈ, આરોગ્ય પર પ્રદર્શન, ક્વિઝ, ડિબેટ, આઉટડોર સ્પોર્ટસ, ચિત્ર સ્પર્ધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમની વિવિધ સ્પર્ધા ની નેશનલ અધિવેશનમાં નર્સિંગ સ્કૂલ અને કોલેજો માંથી 2 હજારથી વધુ નર્સિંગના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશનની ડાયરી જેમાં છેલ્લા બે વર્ષમાં ઉજવેલા હેલ્થ કાર્યક્રમો, વર્કશોપ, રેલી, આરોગ્ય શિક્ષણની નોંધની સમગ્ર દેશભરમાંથી 34 ડાયરી વિવિધ રાજ્યોમાંથી મોકલેલ હતી. જેમાં 54 વર્ષમાં ગુજરાતમાં સૌપ્રથમવાર સુરત શહેરની સરકારી નર્સિંગ કોલેજને પ્રથમ ઈનામ અને પુરસ્કાર મળ્યું છે.

સ્પર્ધા | 54 વર્ષ બાદ નર્સિંગના વિદ્યાર્થીઓ નેશનલ લેવલે ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...