- Gujarati News
- સુરત | પહેલાદિવસે સ્પાઇસ જેટની ગોવા અને જોધપુરની ફ્લાઇટને સુરતીઓ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત | પહેલાદિવસે સ્પાઇસ જેટની ગોવા અને જોધપુરની ફ્લાઇટને સુરતીઓ
સુરત | પહેલાદિવસે સ્પાઇસ જેટની ગોવા અને જોધપુરની ફ્લાઇટને સુરતીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. સુરત - ગોવા વચ્ચે 117 અને સુરત - જોધપુર વચ્ચે 125 પેસેન્જર્સે મુસાફરી કરી છે. બે ફ્લાઇટ શરૂ થતા હવે સુરતથી દરરોજ 21 ફ્લાઇટો ઉડાન ભરશે. જેમાં દિલ્હી, મુંબઇ ઉપરાંત જયપુર, ગોવા, કોલકાતા, પટના, જોધપુર, હૈદરાબાદ સમેત ગુજરાતના ભાવનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરની પણ કનેક્ટિવિટી લાભ સુરતી પેસેન્જરોને મળશે. આમ થવાને કારણે હવે સુરતના કાપડ વેપારના સોદાઓ વધુ ઝડપથી પાર પડશે. ઉપરાંત ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રે સુરત સમકક્ષ મજબૂત રાજકોટ સાથે સીધી વેપારને જોડતી કડી નિર્માણ પામશે. સાથે ટૂરિઝમ ક્ષેત્રની વાત કરીયે તો તેનો પણ ઝડપી વિકાસ સાથે લાભકારક વેપાર મળશે.
પ્રતિસાદ | પહેલા દિવસે સુરત- ગોવા વચ્ચે 117 અને સુરત અને જોધપુર વચ્ચે 125એ મુસાફરી કરી