• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચિલ્ડ્રન હોમથી ત્રાસેલી 4 તરૂણીઓ ભાગીને રેલવે સ્ટેશન પહોંચી ગઇ

ચિલ્ડ્રન હોમથી ત્રાસેલી 4 તરૂણીઓ ભાગીને રેલવે સ્ટેશન પહોંચી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંદેરના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી થોડા મહિના પહેલા બે તરૂણીઓ પહેલા માળે દુપટ્ટો બાંધીને નીચે ઉતરી ભાગી ગઈ હતી. બન્ને તરૂણીનો હજુ સુધી કોઈ પત્તો નથી. બાબત હજી તાજી છે ત્યા વધુ 4 તરૂણીઓ ચોથી ડિસેમ્બરે મોડી સાંજે રાંદેરના ગર્લ્સ ચિલ્ડ્રન હોમમાંથી કિચનની પાછળનો દરવાજાનો નકુચો તોડીને ભાગી હતી. મોડીરાત્રે 3 તરૂણીઓ સુરત રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસની મદદ લઈને ફોટાના આધારે રાંદેર પોલીસને મળી આવી હતી. ત્રણેય ટ્રેનમાં ભાગી જવાની ફિરાકમાં હતી. જ્યારે અન્ય 17 વર્ષની તરૂણી ભાગી છે તે હજુ મળી આવી નથી.

તરૂણીઓ કિચન પાછળથી નકૂચો તોડીને ભાગી હતી

તરૂણીઓ યુપી,બિહાર અને એમપીની રહેવાસી

ચારેય તરૂણીઓ ઉત્તરપ્રદેશ ,બિહાર અને મધ્યપ્રદેશની રહેવાસી છે. ચિલ્ડ્રન હોમમાં રહેતી 3 તરૂણીઓ 16 વર્ષની છે અને અન્ય 17 વર્ષની છે. 17 વર્ષની તરૂણીના પિતા રાંદેર ચિલ્ડ્રન હોમમાં આવ્યા હતા. જોકે, તેણે તરૂણીને લઈ જવાની ના પાડી દીધી હતી. તેથી તે અહીં રહેતી હતી.

3 તરૂણીઓ મોડીરાત્રે સ્ટેશનેથી મળી, અન્ય 1 હજુ લાપતા

અન્ય સમાચારો પણ છે...