હજીરાની 5 કંપનીએ ઉત્પાદન બંધ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : હજીરાકાંઠે આવેલી 5 મોટી ગેસ કંપનીઓ ઉપરાંત તેની પેટા 26 જેટલી કંપનીઓને એલર્ટ પર રહેવાનું કલેકટર દ્વારા સૂચન કરાયું છે.હાડા ઉપરાંત કંપની દીઠ કંટ્રોલ રૂમ કાર્યરત કરી તમામ મુવમેન્ટની અપડેટ શહેર કલેકટરને આપવાની રહેશે.મંગળવારથી કંપનીઓના ગેસ ઉત્પાદન બંધ કરાયા જે બુધવાર 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

હજીરા એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી(હાડા) સમેત દરેક કંપનીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને તૈનાત રહેવા કલેકટરે સૂચના આપી છે.ઉપરાંત રાત્રિના 12 થી 2 દરમ્યાન ખાસ એલર્ટ કંપનીઓના કંટ્રોલ રૂમમાં 10 વ્યકિતઓની ટીમ ફરજિયાતપણે હાજર રાખવા સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...