• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દર્દીઓની ખબર લેવા હોસ્પિટલ જતી બે મહિલાઓની ચેઈનની ચીલઝડપ

દર્દીઓની ખબર લેવા હોસ્પિટલ જતી બે મહિલાઓની ચેઈનની ચીલઝડપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડ ઓવરબ્રિજ અને રાણીતળાવ પાસેથી બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન તોડીને ત્રિપુટી ટોળકી બાઈક પર ફરાર થઈ ગઈ છે. યોગાનુયોગ બંને ઘટનામાં મહિલાઓ હોસ્પિટલમાં સંબંધીના ખબર અંતર પૂછવા માટે નીક‌ળી હતી ત્યારે ઘટના બની છે.

કતારગામ કુબેરનગરમાં રહેતા રેખાબેન અશોકભાઈ ગોહિલ રવિવારે પતિ સાથે બાઈક સંબંધીના ખબર પૂછવા હોસ્પિટલમાં જતા હતા. રિંગ રોડ ઓવરબ્રિજ પરથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે પલ્સર બાઈક પર આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ રેખાબેનના ગળામાંથી રૂ. 45 હજારનું અઢી તોલાનું મંગળસૂત્ર આંચકી લઈને રફુચક્કર થઈ ગયા છે. મહિલાના પતિએ પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્રણેય હાથ લાગ્યા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય બનાવમાં પલસાણા પાદર ફળિયામાં રહેતા સેજલબેન ભરતભાઈ ઢિમ્મર તેમની માતાની ખબર કાઢવા સુરત હોસ્પિટલમાં આવ્યા હતા. રાણીતળાવ પેટ્રોલપંપ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી તેમના ગળામાંથી રૂ. 35 હજારની સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા. ચોક પોલીસે ફરિયાદ મુજબ ગુનો દાખલ કર્યો છે.

રિંગ રોડ ઓવરબ્રિજ અને રાણીતળાવની ઘટના

અન્ય સમાચારો પણ છે...