તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘આનંદ હી આનંદ’ પર સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘આનંદહંમેેશા પરમેનન્ટ હોય છે, અનેક અવરોધોનો સામનો કરો પણ આનંદને જાળવી રાખો. સુખ ક્ષણિક હોય છે. જો કે, જીવનનો અલ્ટિમેટમ ગોલ તો ખુશ રહેવાનો હોવો જોઇએ. આનંદ મેળવવો સહેલો નથી-પણ મેળવવાનાં પ્રયત્નો આપણે છોડી દઇએ છીએ. આનંદ ક્ષણિક નથી. વાત સિનિયર સિટીઝન ક્લબ દ્વારા યોજાયેલા ‘આનંદ હી આનંદ’ સેમિનારમાં દિપ્તી ટેલર દ્વારા કરવામાં આવી હતી.

દિપ્તી ટેલરે આનંદ વિશે વાત કરતા કહ્યું કે-આનંદ ક્ષણિક નથી હોતો. પરમેનન્ટ હોય છે. સવાલ આનંદને ઓળખવાનો અને એની સાથે ઘરોબો બનાવી રાખવાનો છે. આપણે આનંદને ક્ષણિક સમજીએ છીએ. થોડો સમય ખુશ થઇએ છીએ અને પછી ફરી પાછા અભાવોમાં ગરકાવ થઇ જઇએ છીએ. આવું કરવું જોઇએ. આનંદ સાથેનું અનુસંધાન હંમેશા જાળવી રાખશો તો દુખ તમારી આજુબાજુ ફરકશે નહીં. સાથે એમણે વધુમાં કહ્યું કે, હંમેશા ખુશ રહેવાનો એક સીધો રસ્તો છે કે કોઇની નિંદા કરો અને જીવનમાં અચાનક આવી જતા અવરોધોથી અકળાઇ જાવ.

અવરોધોનો સામનો કરી આનંદને જા‌ળવી રાખો

અન્ય સમાચારો પણ છે...