તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફાઇન આર્ટમાં પ્રિન્ટ મેકિંગ વિષય પર સાત દિવસનો વર્કશોપ યોજાયો

ફાઇન આર્ટમાં પ્રિન્ટ મેકિંગ વિષય પર સાત દિવસનો વર્કશોપ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટુડન્ટ્સે વર્કશોપ દરમિયાન તૈયાર કરેલી પ્રિન્ટને ડિસપ્લેમાં મૂકવામાં આવી હતી.

પ્રિન્ટ મેકિંગ વર્કશોપમાં ઝીંક પ્લેટની મદદથી જુદી જુદી પ્રિન્ટ કઢાઇ

સિટી રિપોર્ટર | સુરત

ફાઇનઆર્ટ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સે સાત દિવસનાં પ્રિન્ટ મેકિંગ વર્કશોપમાં તૈયાર કરેલી પ્રિન્ટનું ડિસપ્લે યોજાયું હતું. સાત દિવસનાં વર્કશોપ દરમિયાન પ્રોફેસર અજીત દુબેએ સ્ટુડન્ટ્સને પ્રિન્ટ મેકિંગની જુદી જુદી ટેકનિક્સથી માહિતગાર કર્યા હતા. વર્કશોપમાં એચિંગ અને વિસ્કોસિટી પ્રિન્ટ ટેકનિક વિશે માહિતી અપાઇ હતી.

પ્રોફેસર અજીત દૂબેએ જણાવ્યું કે, વિસ્કોસિટી પ્રિન્ટ એક કેમિકલ પ્રોસેસ છે. જેમાં ઝીંક પ્લેટ પર ત્રણ લેયરમાં ઇંક પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં દરેક લેયરની ઉંડાઇ જુદી જુદી હોય છે. જેમાં રોલર પર ઇન્ક લગાવીને એને ઝીંકની પ્લેટ પર ફેરવવામાં આવે છે. ડીપ રોલરની મદદથી સોફ્ટ ઇંક, મિડિયમ રોલરની મદદથી મિડિયમ ઇન્ક અને ટોપ રોલરની મદદથી હાર્ડેસ્ટ ઇંક એપ્લાય કરવામાં આવે છે. ત્યારબાદ રોલરને ઝીંકની પ્લેટ પર ફેરવીને એના પર કાર્વિંગ કરવામાં આવે છે અને એને એસિડમાં ડૂબાડી દેવામાં આવે છે. ત્યારબાદ પ્લેટ પર કેનવાસ મૂકીને એના પર પ્રેસ કરતા પ્રિન્ટ એના પર છપાઇ જાય છે.

વિસ્કોસિટી અને એચિંગ ટેકનિકથી ગેસની બોટલ, માણસની પ્રિન્ટ કઢાઇ

અન્ય સમાચારો પણ છે...