તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઓપરેશનને લાઇવ કરાયું, વિદેશી ડોક્ટર્સ માટે વર્કશોપ યોજાયો

ઓપરેશનને લાઇવ કરાયું, વિદેશી ડોક્ટર્સ માટે વર્કશોપ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેન્ટ ક્યાં મૂકવું એન્જિયોગ્રાફી દ્વારા નક્કી કરી શકાતું હોય ત્યારે ઇન્ટ્રા કોર્નરી અલ્ટ્રા સાઉન્ડ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. સોનોગ્રાફી અને એન્ડોસ્કોપીમાં જેમ શરીરની અંદરનાં અંગો જોઇ શકાય છે એવી રીતે ટેકનિકને કારણે ધમનીની અંદરથી હૃદયને જોઇ શકાય છે. હૃદયમાં કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ કેટલું છે પણ જાણી શકાય છે. સાથે સ્ટેન્ટ કેટલી સાઇઝનું મૂકવાનું છે, બરાબર બેસી ગયું છે કે નહીં પણ ટેકનિકથી જાણી શકાય છે.

જો હૃદયની નળીમાં કેલ્શિયમ વધી જાય તો પથ્થર જેવી બની જાય છે. કારણે એન્જીયોગ્રાફીમાં પણ મર્યાદા આવી જાય છે. સમયે નળીમાં ડ્રિલિંગ કરવામાં આવે છે અને ડ્રિલિંગ કરીને એમાં સ્ટેન્ટ મૂકવામાં આવે છે.

live operation

સિટી રિપોર્ટર | સુરત

મહાવીરહોસ્પિટલનાં ઓડિટોરિયમમાં મૂકેલી મોટી સ્ક્રીન પર રોટા બ્લેટર અને ઈન્ટરકોરોનરી અલ્ટ્રા સાઉન્ડ ટેકનિકને લાઇવ બતાવવામાં આવી રહી હતી અને ઇરાનના ત્રીસ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ ટેકનિકને લાઇવ જોઇ રહ્યા હતા.આ ડોક્ટર્સ સુરતમાં ટેકનિક શીખવા માટે આવ્યા હતા. બંને ટેકનિક ડો.અતુલ અભ્યંકરે બતાવી હતી. ડોક્ટર્સને કોઇ સવાલ થાય તો એનો જવાબ ઓ.ટીમાંથી અપાતો હતો.

હૃદયની નળીમાં ડ્રિલિંગ કરાયું ને ઇરાનના 30 ડોક્ટરે લાઇવ જોયું

અન્ય સમાચારો પણ છે...