• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વિધવા નિ:સહાય મહિલાઓની મદદ કરવાના બહાને છેતરપિંડી

વિધવા-નિ:સહાય મહિલાઓની મદદ કરવાના બહાને છેતરપિંડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિંબાયતમાં એજન્ટ્સ રોકી લાખો ખંખેરી લેવાયા

વિધવા-નિ:સહાયમહિલાઓને મદદ કરવાને બહાને લાખો રૂપિયા ઉઘરાવી એક ઠગ રફૂચક્કર થઈ થઇ જતાં એકત્રિત મહિલાઓએ કમિશનરને અરજી કરી હતી.

લિંબાયતમાં આવેલા અંબાનગરમાં રહેતા સઇદાબેન અકબરભાઈ મુલતાની સહિત 40થી વધુ મહિલાઓએ ભેગા થઈને કરેલી અરજી મુજબ, અબ્બાસઅલી મર્ચન્ટ નામનો યુવાન કેટલાક મહિનાઓ પહેલા મળ્યો હતો. અબ્બાસે પોતાની ઓળખ વિધવા અને નિ:સહાય મહિલાઓના મદદગાર તરીકે બતાવી હતી. શરૂઆતમાં કેટલીક મહિલાઓને તેણે કરિયાણાની કીટ આપી હતી. માત્ર રૂ. 100 લઈને ફોર્મ લેવા પર મહિના પરનું કરિયાણું મળતું હોવાથી નિ:સહાય મહિલાઓને મદદ કરવા માટે તેની પાસેથી હજારો ફોર્મ લીધા હતા. જેના અવેજ એક ફોર્મ દીઠ રૂ. 500થી 2000 વસૂલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...