• Gujarati News
  • િસટી રીપોર્ટર }કાવ્ય સંપદા, અભિવ્યક્તિ અને ધી સુરત સધર્ન ગુજરાત

િસટી રીપોર્ટર }કાવ્ય સંપદા, અભિવ્યક્તિ અને ધી સુરત સધર્ન ગુજરાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર }કાવ્ય સંપદા, અભિવ્યક્તિ અને ધી સુરત સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર મહિને યોજાતા કવિતાના વિશેષ કાર્યક્રમમાં મહિને કવિ ભાગ્યેશ ઝાનું કાવ્ય પઠન યોજાયું છે. સાથે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરે સંપાદિત કરેલા પુસ્તક ‘કેળવણીની કવિતા’નું િવમોચન પણ કરાશે. કેળવણીની કવિતા પુસ્તકમાં દક્ષેશ ઠાકરે ગુજરાતી ભાષાની એવી કવિતાઓનો સમાવેશ કર્યો છે, જે આજના શિક્ષણ સાથે અનુસંધાન બાંધી આપતી હોય. ગુજરાતી ભાષાના જાણીતા કવિઓની કવિતાઓનો એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમના પુસ્તકનું વિમોચન ભાગ્યેશ ઝાન હસ્તે કરવામાં આવશે.

કાર્યક્રમ 31મી મેએ, રવિવારે રાત્રે 9 કલાકે, સમૃધ્ધિ, ચેમ્બર ઓફ કોમર્સ, નાનપુરા ખાતે યોજાશે. કાર્યક્રમમાં રસ ધરાવનાર કોઇપણ સુરતી હાજર રહી શકશે.

વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરે સંપાદિત કરેલા પુસ્તક ‘કેળવણીની કવિતા’નું વિમોચન પણ કરાશે

ચેમ્બરમાં 31મીએ ભાગ્યેશ ઝાનું કાવ્યપઠન

Next event