• Gujarati News
  • પાલ ખાતે12 મુમુક્ષુઓના દીક્ષા સમારોહમાં 5000 લોકો જોડાયા

પાલ ખાતે12 મુમુક્ષુઓના દીક્ષા સમારોહમાં 5000 લોકો જોડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીથરાદ સુરત ત્રિસ્તુતિક જૈન સંઘના ઉપક્રમે ગચ્છાધિપતિ સંત આચાર્ય ભગવંત જયંતસેનસૂરી, નિત્યાનંદ વિજયજી તથા વિશાળ સાધુ-સાધ્વી સમુદાયની હાજરીમાં બુધવારે પાલ સ્થિત વિરતિના વૃંદાવન ડોમ ખાતે 12 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગનો સ્વીકાર કર્યો હતો. પાંચ દિવસીય પ‌ર્વના અંતિમ દિવસે બુધવારે તમામ દીક્ષાર્થીઓને રજોહરણ કરતાંની સાથે સંયમ માર્ગ તરફ પ્રયાણ કર્યું હતું અને પ્રભુવીરનાં માર્ગની શોભા વધારી હતી.

શહેરના જૈનોમાં વર્ષે દીક્ષા લેવાની જાણે કે હોડ લાગી હોય ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અને આથી ઘણા ગુરૂભગવંતો 2015ના વર્ષને દીક્ષાવર્ષ તરીકે ગણાવી રહ્યા છે.

અગાઉ વર્ષ 2014માં શહેરના આંગણે એકસાથે 45 દીક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ છૂટાછવાયા મળી 90થી વધુ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગનો સ્વીકાર કર્યો હતો જેની સાથે બુધવારે શ્રી થરાદ ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા આયોજિત દીક્ષા મહોત્સવમાં એકસાથે 12 દીક્ષાર્થીઓએ સંયમ માર્ગનો સ્વીકાર કર્યો હતો. ગચ્છાધિપતિ જયંતસેનસૂરીશ્વરજીની પાવન નિશ્રા પ્રાપ્ત થઇ હતી.

બુધવારે પાલ સ્થિત વિરતિના વૃંદાવન ડોમ ખાતે 12 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગ સ્વીકારી જૈન ધર્મની પ્રભાવના માટે નીકળી પડ્યા હતો.આ દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં શ્રાવકો ઊમટી પડ્યા હતા. / હેતલશાહ