તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહાવીરમાં ઇન્જેક્શનનાં બોક્સ અને બિલમાં બેચ નંબર જુદા નીકળતા હોબાળો

મહાવીરમાં ઇન્જેક્શનનાં બોક્સ અને બિલમાં બેચ નંબર જુદા નીકળતા હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીના સંબંધી પારસભાઈ મહેતાએ જણાવ્યું હતું કે નાનપુરા ખાતે રહેતા સીતાબેન રસિકભાઈ મહેતા(75)ની રવિવારે તબિયત લથડતા તેમને સારવાર માટે મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં મોડી રાત્રે તેમને પેરેલિસિસનો અટેક આવ્યો હોવાની આશંકા સાથે તબીબે ઇન્જેક્શન લખી આપ્યા હતા. બે ઇન્જેકશનની કિંમત 40 હજારથી વધુ હોવાથી પરિવારજનોએ બહારની લઈ આવવાની વાત કરી હતી. તબીબે તાત્કાલિક ઇન્જેક્શન આપવું પડશે. અહીં થી લઈ લો, તેવું કહેતા પરિવાર અને સંબંધીઓને શંકા ગઈ હતી. જેથી પરિવારે ઈન્શ્યોરન્સ હોવાનું જણાવી, ઇન્જેક્શનનું બોક્સ પણ લઈ લીધું હતું અે બીલ પણ લીધું હતું. જોકે બોક્સમાં ઇન્જેકશનો બેચ નંબર અને બિલમાં બેચ નંબર અલગ હોવાથી પરિવાર મેડિકલ સ્ટોર પર ગયો હતો. સીતાબેન માટે મંગાવેલુ ઇન્જેક્શન સીતાબેનને આપવાની જગ્યાએ પાછું મેડિકલ સ્ટોર પર પહોંચી ગયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવી દીધો હતો. મેનેજમેન્ટે મેડિકલ સ્ટોરમાં બીલ બનાવતી વખતે બેચ નંબરમાં ભૂલ થઈ હોવાનું જણાવી પરિવારને સમજાવીને મામલો થાળે પાડી દેતા , મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.

બારકોડિંગ સિસ્ટમ નથી

^કમ્પ્યુટર બિલિંગમાં એકસપાયરી થવાની ડેટ નજીક હોય તેનો બેચ નંબર પહેલા પ્રિન્ટ કરે છે તેને કારણે ગેરસમજ થઈ હતી. અમારે ત્યાં બારકોડીંગ સિસ્ટમ નથી તેને કારણે આવું થયું છે. હવે બારકોડિંગ સિસ્ટમ લાગુ કરવા વિચારીએ છીએ > એમ.સી.ડીસીલ્વા- મેડિકલ ડાયરેક્ટર, મહાવીરહોસ્પિટલ

ઇન્જેક્શન પાછું મેડિકલ સ્ટોરમાં પહોંચી ગયું હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...